ગુજરાત

gujarat

ETV Bharat / state

હવે ડાકોરના ઠાકોરના દર્શન ઓનલાઈન રજિસ્ટ્રેશન વગર કરી શકાશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રાજા રણછોડરાયના ભક્તો હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન વગર રણછોડરાયના દર્શન કરી શકશે. ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે ભાવિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

હવે ડાકોરના ઠાકોરના દર્શન ઓનલાઈન રજિસ્ટ્રેશન વગર કરી શકાશે
હવે ડાકોરના ઠાકોરના દર્શન ઓનલાઈન રજિસ્ટ્રેશન વગર કરી શકાશે

By

Published : Oct 9, 2020, 10:58 PM IST

ખેડા : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રાજા રણછોડરાયના દર્શન માટે દરેક ભાવિકોને ફરજિયાત રીતે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડતું હતું. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવનાર ભાવિકોને જ ઓળખ ચકાસણી બાદ દર્શન માટે મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો હતો. જેને પગલે મંદિર બહાર ભાવિકોની લાંબી કતારો સર્જાવા પામતી હતી.

હવે ડાકોરના ઠાકોરના દર્શન ઓનલાઈન રજિસ્ટ્રેશન વગર કરી શકાશે

જે કારણે સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકાતું ન હતું. તેમજ ટ્રાફિકની પણ સમસ્યા સર્જાવા પામતી હતી. જે ભાવિકો માટે ભારે અગવડતાભર્યું બન્યું હતું. તેમજ ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાને પગલે ઘણા ભાવિકોને દર્શન કર્યા વગર જ પરત ફરવું પડતું હતું.

આ અંતર્ગત ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં નિયમોના પાલન સાથે ભાવિકો હવે ઓનલાઇન રજિસ્ટ્રેશન વિના પણ રણછોડરાયના દર્શન કરી શકશે. આ ઉપરાંત હાલ પૂનમના દર્શન ભાવિકો માટે બંધ રાખવામાં આવે છે. જે પૂનમના દર્શન માટેની પણ વ્યવસ્થા કરવા માટે વહીવટી તંત્ર દ્વારા વિચારણા ચાલી રહેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details