ખેડાઃ કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા ગામમાં બહારના લોકોનો પ્રવેશ અને અવર-જવર અટકાવવા માટે મુખ્ય રસ્તા અને પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે. પ્રવેશદ્વાર પર લાકડા અને ઝાડી ઝાંખરાની આડશ મૂકી બંધ કરવામાં આવ્યા છે. ગામમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે.
કોરોનાના કારણે ખેડાનાં વિવિધ ગામોમાં પ્રવેશ પર પ્રતિબંધ - ખેડામાં કોરોના
કોરોના વાઈરસના વધી રહેલા સંક્રમણને પગલે તંત્ર દ્વારા સર્વત્ર સતર્કતા વધારવામાં આવી છે. ત્યારે ખેડામાં ગ્રામ્ય વિસ્તારો પણ સચેત બન્યા છે. જેને પગલે ગામડાઓમાં જાગૃતિ માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. સાથે જ ઘણાં ગામના મુખ્ય રસ્તા તેમજ ગામના પ્રવેશદ્વાર જ બંધ કરી દેવામાં આવ્યા છે.

ખેડાનાં વિવિધ ગામોમાં પ્રવેશબંધી કરવામાં આવી
મહત્વનું છે કે, રાજ્યના શહેરી વિસ્તારો બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વાઈરસનો ધીમા પગલે પગ પેસારો થયેલો જોવા મળી રહ્યો છે. જેને લઇ ગામડાઓમાં સતર્કતા વધારી દેવામાં આવી છે. ગ્રામ પંચાયતો દ્વારા આરોગ્ય વિભાગના સહયોગથી ગામોમાં જંતુનાશક દવાઓના છંટકાવ કરીને સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હવે લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા સાથે પ્રવેશબંધી કરવામાં આવી છે.