ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા જિલ્લામાં 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણી અંતર્ગત દાંડીયાત્રાનું રાત્રીરોકાણ - aazadi ka amrit mahotsav

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આયોજીત દાંડીયાત્રાએ શનિવારે ખેડા જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. ખેડા જિલ્લામાં દાંડી યાત્રાનો પ્રવેશ થતાં પિંગળજ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નવાગામ ખાતે પદયાત્રીઓ માટે ભોજન તેમજ રાત્રી રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ખેડા
ખેડા

By

Published : Mar 14, 2021, 12:53 PM IST

Updated : Mar 14, 2021, 3:35 PM IST

  • ખેડા જિલ્લામાં દાંડીયાત્રાએ પ્રવેશ કર્યો
  • દાંડી યાત્રાનું પ્રથમ રાત્રી રોકાણ
  • અભૂતપૂર્વ આત્મીયતાનો અનુભવ: કેન્દ્રીય પ્રધાન

ખેડા:કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રધાન પ્રહલાદસિંહ પટેલની આગેવાનીમાં દાંડીયાત્રાએ ખેડા જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. જીલ્લામાં પ્રવેશ સાથે પિંગળજ ખાતે ભવ્ય સ્વાગત બાદ નવાગામ ખાતે પ્રાર્થના તેમજ ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી અર્પણ કરવામાં આવી હતી. જે બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ પદયાત્રીઓએ ભોજન લીધું હતું.

નવાગામ ખાતે ભોજન તેમજ રાત્રી રોકાણની વ્યવસ્થા કરાઈ

નવાગામ ખાતે આવેલી પે સેન્ટર કુમાર શાળામાં પદયાત્રીઓ માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં પદયાત્રીઓને સ્વાદિષ્ટ ભોજન પીરસાયું હતું.જ્યાં કેન્દ્રીય પ્રધાન પ્રહલાદસિંહ પટેલ તેમજ સાંસદ દેવુસિંહ ચૌહાણે પદયાત્રીઓ સાથે વાતચીત કરી હતી તેમજ પદયાત્રીઓ સાથે ભોજન લીધું હતું. ભોજન બાદ પદયાત્રીઓએ રાત્રી રોકાણ માટે પ્રસ્થાન કર્યું હતું.

આ પણ વાંચો: દાંડી યાત્રાનું ખેડામાં ભવ્ય સ્વાગત

જીલ્લામાં દાંડી યાત્રાનું પ્રથમ રાત્રી રોકાણ

ખેડા જિલ્લામાં દાંડીયાત્રાનું પ્રથમ રાત્રી રોકાણ નવાગામ ખાતે કરવામાં આવ્યું હતું. પદયાત્રીઓનાં રાત્રી રોકાણ માટે અરવિંદો આશ્રમ તેમજ મીરાંમ્બિકા ઑરો સેન્ટર ખાતે વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં એક રૂમમાં ચાર અલગ બેડ ફાળવવામાં આવ્યા હતા. યાત્રા દરમ્યાનની તેમજ ભોજન અને રોકાણની વ્યવસ્થાથી પદયાત્રીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રધાન ભવ્ય સ્વાગતથી થયા પ્રભાવિત

દાંડીયાત્રાના જિલ્લામાં પ્રવેશ સાથે કરવામાં આવેલા ભવ્ય સ્વાગતથી કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રધાન પ્રહલાદસિંહ પટેલ પ્રભાવિત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે આબાલવૃદ્ધ સૌએ યાત્રાનું જે ઉમળકાથી સ્વાગત કર્યું તેમાં અભૂતપૂર્વ આત્મીયતાનો અનુભવ થયો.તેમણે જણાવ્યું હતું કે અમારા સૌનું સદભાગ્ય છે કે ગાંધીજીના પદ ચિહ્નોને નમન કરતા આગળ વધી રહ્યા છીએ. પદયાત્રીઓ મહાત્મા ગાંધીજીના પદચિહ્નોને નમન કરવાનો મોકો મળ્યો તે બદલ પોતાને સદભાગી માની રહ્યા છે. દિવસ દરમ્યાન પદયાત્રા બાદ રાત્રીના સમયે પદયાત્રીઓના ચેહરા પર ઉત્સાહ તો જોવા મળતો હતો પરંતુ યાત્રાનો થાક પણ જણાઈ આવતો હતો. જેના પરથી તે સમયના પદયાત્રીઓ અને દાંડી યાત્રાનું તેમણે સ્મરણ કર્યું હતું.

આ પણ વાંચો: દાંડીયાત્રા સ્વાભિમાન અને સ્વાવલંબનનું પ્રતિકઃ પ્રહલાદસિંહ પટેલ

Last Updated : Mar 14, 2021, 3:35 PM IST

ABOUT THE AUTHOR

...view details