બાળગોપાલ ફાઉન્ડેશન UK દ્વારા ગ્રામ્ય વિસ્તારની શાળાઓને દત્તક લઈને વિદ્યાર્થીઓને ઉચ્ચતમ શિક્ષણ મળે અને શરીર તંદુરસ્ત રહે તે માટે અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત પીપળાતાની સ્વસ્તિક હાઈસ્કૂલ ખાતે રૂ.5 લાખના ખર્ચે નવનિર્મિત મધ્યાહ્ન ભોજન યોજનાના રસોડાનું તથા રૂ.1 લાખના ખર્ચે નિર્મિત ઠંડા પાણીની પરબનું વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વિધાનસભાના મુખ્યદંડક દ્વારા મધ્યાહ્ન ભોજન અને પાણીના પરબનું કરાયું લોકાર્પણ - Balgopal foundation
ખેડા: નડિયાદ તાલુકામાં વિધાનસભાના મુખ્યદંડક પકંજભાઇ દેસાઇ દ્વારા પીપળાતા ખાતે હાઇસ્કુલમાં નવનિર્મિત મધ્યાહ્ન ભોજન યોજનાના રસોડાનું તેમજ પાણીના પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓને સ્કુલ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
![વિધાનસભાના મુખ્યદંડક દ્વારા મધ્યાહ્ન ભોજન અને પાણીના પરબનું કરાયું લોકાર્પણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3605378-107-3605378-1560951571614.jpg)
વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઇ દેસાઇ દ્વારા મધ્યાહ્ન ભોજન અને પાણીના પરબનું કરાયું લોકાર્પણ...
આ ઉપરાંત સ્કૂલના ૩૬૫ વિદ્યાર્થીઓને સ્કૂલ કીટ,બે જોડી યુનિફોર્મ.તથા બુટ મોજાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યદંડક પંકજભાઈ દેસાઈએ ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓને બિરદાવીને દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા.