- શાકભાજીનું જથ્થાબંધ માર્કેટ ખુલતા ખેડૂતોને રાહત
- ખેડૂતોને ખર્ચમાં બચત થશે
- સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો
ખેડા: ડાકોર કપડવંજ રોડ પર APMC દ્વારા માર્કેટનો સોમવારથી પ્રારંભ થતા ખેડૂતોએ વેપારીઓને વેચાણ કર્યુ હતું. માર્કેટ સ્થાનિક વેપારીઓ અને ખેડૂતો માટે ફાયદારૂપ થશે.
પંથક સહિત આસપાસના ખેડૂતોને રાહત
હોલસેલ શાકભાજી માર્કેટની શરૂઆત કરાતા ખેડૂતો સ્થાનિક માર્કેટમાં પોતાનો માલ વેચી શકશે. ખેડૂતોને પોતાના ખેતરમાં ઉગાડેલું શાકભાજી હવે આણંદ, વડોદરા, અમદાવાદ, નડિયાદ જેવા શહેરોમાં દૂર વેચવા જવું પડશે નહિ. પરંતુ પોતાના ડાકોર વિસ્તારમાં જ પોતાના શાકભાજીનું ટ્રેડિંગ હવે ડાકોર APMC માર્કેટમાં જ કરી શકશે.
આ પણ વાંચો: ડીસા માર્કેટયાર્ડ Deesa Market Yardમાં ઉનાળાની મગફળીની આવક શરૂ: સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી
ખેડૂતોને ખર્ચમાં બચત થશે