ગુજરાત

gujarat

ETV Bharat / state

New Parliament Building : મુખ્યપ્રધાને સંસદભવનના લોકાર્પણ સમારોહ બહિષ્કારના વિપક્ષના નિર્ણયની નિંદા કરી

સંસદભવનના લોકાર્પણ સમારોહ બહિષ્કાર એ લોકતાંત્રિક મૂલ્યો અને સંવૈધાનિક માન્યતાઓ પર હુમલો છે. આ શબ્દો છે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના. તેમણે ક્યાં અને કેમ આવું કહ્યું તે જાણો.

New Parliament Building : મુખ્યપ્રધાને સંસદભવનના લોકાર્પણ સમારોહ બહિષ્કારના વિપક્ષના નિર્ણયની નિંદા કરી
New Parliament Building : મુખ્યપ્રધાને સંસદભવનના લોકાર્પણ સમારોહ બહિષ્કારના વિપક્ષના નિર્ણયની નિંદા કરી

By

Published : May 25, 2023, 10:26 PM IST

Updated : May 25, 2023, 10:35 PM IST

વિપક્ષને લઇ મોટું નિવેદન

ખેડા : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે નડિયાદ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનાં સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે નડિયાદ સ્પોર્ટ્સ સંકુલ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુદી જુદી સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચેલા ખેલાડીઓનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે તેમણે નવા સંસદ ભવનના લોકાર્પણ સમારોહના 19 વિપક્ષી દળો દ્વારા બહિષ્કારના નિર્ણયને નિંદનીય ગણાવ્યો હતો.તેમણે વિરોધ પક્ષોનું આ પગલું લોકતાંત્રિત મૂલ્યો અને સંવૈધાનિક માન્યતાઓ પર હુમલો છે તેમ જણાવ્યું હતું.

લોકતંત્રમાં સંસદ એક પવિત્ર સંસ્થા : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સાંસદ ખેલ સ્પર્ધાના સમાપન કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, નવા સંસદ ભવનના લોકાર્પણ સમારોહના 19 વિપક્ષી દળો દ્વારા બહિષ્કારનો નિર્ણય નિંદનીય છે. વિરોધ પક્ષોનું આ પગલું લોકતાંત્રિક મૂલ્યો અને સંવૈધાનિક માન્યતાઓ પર હુમલો છે. તા.28/05/23ના રોજ નવા સંસદ ભવનનું લોકાર્પણ નિશ્ચિત છે.સંસદ ભવનના મૂલ્યો સંદર્ભે જણાવ્યું કે, લોકતંત્રમાં સંસદ એક પવિત્ર સંસ્થા છે તેમજ લોકશાહીના હૃદયના ધબકારા સમાન છે. સંસદ ભવનમાં દેશની નીતિઓ ઉપર નિર્ણય થાય છે. જેનાથી લોકોના જીવનમાં બદલાવ આવે છે.

વિપક્ષ લોકતંત્રનું અપમાન કરતું આવ્યું છે. વિપક્ષ દ્વારા અણછાજતા વિરોધની આ પ્રથમ ઘટના નથી, જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથજી કોવિંદ રાષ્ટ્રપતિ બનવાના હતાં ત્યારે વિપક્ષ દ્વારા સામાન્ય શિષ્ટાચારમાં પણ વિલંબ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્ન એનાયત કરવાના પ્રસંગનો પણ વિપક્ષે વિરોધ કર્યો હતો. માનનીય દ્રૌપદી મુર્મુ જ્યારે રાષ્ટ્રપતિના પદ માટે નામાંકિત થયાં ત્યારે પણ વિપક્ષે વિરોધ પ્રગટ કરી તેઓનું અપમાન કર્યું હતું. જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયનું પણ અપમાન હતું...ભૂપેન્દ્ર પટેલ (મુખ્યપ્રધાન)

જનતા ક્યારેય ભૂલશે નહીં :સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કેભૂતકાળમાં વિપક્ષી દળોએ સંસદીય પ્રણાલી અને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. દેશહિતમાં આયોજિત GST વિશેષ સત્ર સહિતના ઘણા સત્રોનો વિપક્ષે બહિષ્કાર કર્યો છે. વિપક્ષ દેશની પ્રગતિશીલ યોજનાઓને વિરોધ કરી અટકાવે છે. વિપક્ષે રાજનીતિક મર્યાદાઓનું સ્તર નીચું લાવી 140 કરોડ ભારતીયોનું અપમાન કર્યુ છે જેને જનતા ક્યારેય ભૂલશે નહીં.

રમતવીરોને મેડલ અને પ્રમાણપત્ર એનાયત : આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરાટે અને સ્કેટિંગના કુલ 12 રમતવીરોને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. વોલીબોલ કોર્ટમાં બોલની પ્રથમ સર્વિસ કરી વોલીબોલ ગેમની શરૂઆત કરાવી ખેલાડીઓના ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરી હતી.આ સ્પર્ધામાં ભાગ લઇ રહેલી જિલ્લાની ટીમોનું અભિવાદન કરી મુખ્ય પ્રધાને ખેલાડીઓના મનોબળમાં વૃદ્ધિ કરી હતી.

10,000 રમતવીરોએ ભાગ લીધો : ખેડા જિલ્લામાં તા.1 મે 2023 ના રોજ શરૂ થયેલ સાંસદ ખેલ સ્પર્ધામાં કબડ્ડી, વોલીબોલ,રસ્સાખેંચ,ખોખો જેવી રમતોમાં 10,000 રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.જે પૈકી વિવિધ રમતોમાં 150 જેટલા યુવાનો ફાઈનલ સુધી પહોંચ્યા હતાં.આજના આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય પ્રધાન દેવુસિંહ ચૌહાણ,ખેડા જિલ્લાના ધારાસભ્યો,ખેડા જિલ્લા કલેક્ટર,પંચાયતના પ્રમુખ તેમજ અન્ય મહાનુભાવો ઉપરાંત ખેડા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યમાં રમતવીરો ઉપસ્થિત રહ્યાં હતાં.

  1. New Parliament Building: નવા સંસદ ભવનનાં ઉદઘાટનનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
  2. New Parliament Building: 250 સાંસદો સંસદની નવી ઇમારતના ઉદઘાટન સમારોહનો વિરોધ કરશે
  3. Sengol: આટલા દિવસો સુધી ક્યાં હતો સેંગોલ? તો પછી અચાનક લાઇમલાઇટમાં કેવી રીતે આવ્યો?
Last Updated : May 25, 2023, 10:35 PM IST

ABOUT THE AUTHOR

...view details