- ડાકોર ખાતે નાવ મનોરથની ઉજવણી કરાઈ
- ગોપાલલાલજીને નૌકા વિહાર કરાવાયો
- નાવ મનોરથના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી
ખેડા : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રવિવારે નાવ મનોરથની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન કર્યા હતા. ભગવાન રણછોડરાયજીને નૌકા વિહાર કરાવાયો હતો.
ડાકોર ખાતે નાવ મનોરથની કરાઈ ઉજવણી આ પણ વાંચો : ડાકોર ખાતે કેરી મનોરથની ઉજવણી કરાઈ, ભાવિકોમાં ઉત્સાહ
મંદિરના કુંડમાં પાણી ભરી નૌકા વિહાર કરાવાયો
ડાકોર રણછોડરાયજી મંદિર તરફથી નાવ મનોરથની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના કુંડમાં પાણી ભરી ભગવાનના બાળ સ્વરૂપ ગોપાલલાલજીને નાવમાં બેસાડી નૌકા વિહાર કરાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ખેડામાં યાત્રાધામોના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્યા, ભાવિકોમાં ખુશીની લાગણી
મોટી સંખ્યામાં દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી
રવિવાર હોવાથી ભાવિકો મોટી સંખ્યામાં મંદિરે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ભગવાનના દર્શનની સાથે સાથે નાવ મનોરથના દર્શન કરી ભક્તોએ પોતાને ધન્ય માન્યા હતા. મહત્વનું છે કે, વધતા કોરોના સંક્રમણને લઈ મંદિર બંધ રહેતા તહેવારો અને ઉત્સવોની ઉજવણી મંદિરમાં બંધ બારણે કરવામાં આવતી હતી. જેમાં ભાવિકોને પ્રવેશ અપાતો નહોતો.