ખેડા: નડિયાદ ખાતે રવિવારે મહાગુજરાત મેડિકલ સોસાયટીની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલ અને ઉપ-પ્રમુખ તરીકે નડિયાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
નડિયાદની મહાગુજરાત મેડિકલ સોસાયટીની ચૂંટણી યોજાઈ - મહાગુજરાત મેડિકલ સોસાયટીની ચૂંટણી
ખેડા જિલ્લાની આરોગ્ય ક્ષેત્રની વટવૃક્ષ સમાન નડિયાદ મહાગુજરાત મેડિકલ સોસાયટીની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલ અને ઉપ-પ્રમુખ તરીકે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈની વરણી કરવામાં આવી છે.
નડિયાદની મહાગુજરાત મેડિકલ સોસાયટીની ચૂંટણી યોજાઈ
આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈએ વિશ્વાસ અપાવ્યો હતો કે, પ્રધાનમંત્રી યોજનાઓ અને મુખ્યમંત્રી યોજનાઓનો લાભ ગરીબોને મળે તેવા પ્રયત્નો કરીશ. આ ઉપરાંત મહાગુજરાત મેડિકલ સોસાયટીની નવી કૉલેજ શરૂ કરવાના પ્રયાસો કરીશ.
ઉલ્લેખનીય છે કે, 1939માં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી નડિયાદમાં મહાગુજરાત મેડીકલ સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. જે જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે સેવા પૂરી પાડનારી વટવૃક્ષ સમાન સંસ્થા પૂરવાર થઇ છે.