નડિયાદ: શહેરના પીજ ભાગોળ વિસ્તારમાં રહેતા અને શાક માર્કેટમાં મજૂરીકામ કરતા 30 વર્ષીય યુવકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. યુવકને કેટલાક દિવસથી તાવ રહેતા તેને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં ફરક ન જણાતા નડિયાદ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. જેનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવતા તે પોઝિટિવ આવ્યો હતો.
નડીયાદમાં એક જ દિવસમાં કોરોનાના બે કેસ, કુલ 8 કેસ થયા - covid-19 lock down
નડિયાદ શહેરમાં શનિવારે એક જ દિવસમાં કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઈ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 8એ પહોંચી છે. નડિયાદ શહેરમાં 30 વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સાંજે 54 વર્ષીય નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
નડીયાદ: એક જ દિવસમાં કોરોનાના બે કેસ, કુલ 8 કેસ થયા
જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી 54 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા દરરોજ નડિયાદથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ અપડાઉન કરતી હતી. જેને લઈ તંત્ર દ્વારા તેમના સંપર્કમાં આવેલા લોકોને કવોરોન્ટાઈન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હાલ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા નડિયાદની એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. આજે નડિયાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી બે પોઝિટિવ કેસ સામે આવતા કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો 8એ પહોંચ્યો છે.