ગુજરાત

gujarat

By

Published : Dec 18, 2020, 9:51 PM IST

ETV Bharat / state

નડિયાદ સ્પેશ્યિલ કોર્ટ દુષ્કર્મના મામલામાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી

ખેડાના ગળતેશ્વર તાલુકાના એક ગામમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવાના મામલામાં નડિયાદ સ્પેશ્યિલ કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. તેમજ ભોગ બનનારને 2 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

nadiad
નડિયાદ

  • સગીરા સાથે દુષ્કર્મનો મામલો
  • નડિયાદ સ્પેશ્યલ કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા
  • ભોગ બનનારને રૂ.2 લાખ વળતર ચૂકવવાનો હુકમ


ખેડા : ગળતેશ્વર તાલુકાના એક ગામમાં ગત વર્ષે ઓગષ્ટ માસમાં આરોપી સગીરાને મકાનના ધાબા ઉપર લઈ ગયો હતો. જ્યાં બળજબરીપૂર્વક તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આ વાત કોઈને કહીશ તો તને અને તારા મા-બાપને જાનથી મારી નાખીશ, તેવી ધમકી આપી હતી. જે અંગે સેવાલિયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસ દ્વારા આરોપીને ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી. જે કેસ નડિયાદ ખાતે સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ દ્વારા કોર્ટમાં રજુ કરેલા 16 દસ્તાવેજી પુરાવા તેમજ 20 મૌખિક પુરાવાને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા આરોપી રાહુલકુમાર ઉર્ફે મોન્ટુ બાબુભાઈ ગાંધીને 20 વર્ષની સખત કેદની સજા અને 10,000 રૂ.નો દંડ ફટકારવામાં આવ્યો છે.

નડિયાદ સ્પેશ્યિલ કોર્ટ દુષ્કર્મના મામલામાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી
ભોગ બનનારને રૂ.2 લાખ વળતર ચૂકવવાનો હુકમ

કેસમાં કોર્ટ દ્વારા આરોપીને રૂ.10 હજારનો દંડનો હુકમ કરાયો છે. તેમજ દંડ ન ભરે તો વધુ 4 માસની કેદની સજા સંભળાવવામાં આવી છે. ભોગ બનનારને દંડની રકમ ચૂકવવા ઉપરાંત રૂપિયા 2 લાખ વળતર ચૂકવવાનો પણ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details