ખેડા: જિલ્લાના નડિયાદમાં આવેલ સેવાતીર્થની નામનાં ધરાવતા સુપ્રસિધ્ધ સંતરામ મંદિરમાં સમાધિ મહોત્સવની ભક્તિપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી.જે નિમિત્તે મહાપૂર્ણિમાએ મહાઆરતી(Celebration of Samadhi Mahotsav)તેમજ સાકરવર્ષા કરવામાં આવી હતી. જેને લઈ મોટી સંખ્યામાં ભાવિકોનો મહેરામણ ઉમટ્યો હતો. સેવાની પવિત્ર ભૂમિ નડિયાદમાં આવેલ સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમ (માઘી પૂર્ણિમા)નું આગવુ મહત્વ છે. પ્રતિવર્ષ મહા પૂર્ણિમાએ સમાધિમહોત્સવની ભક્તિભાવ (Nadiad Santram Temple)સાથે ઉજવણી કરવામાં આવે છે.
191 વર્ષ પહેલા મહાપૂર્ણિમાએ સંતરામ મહારાજે જીવંત સમાધિ લીધી
191 વર્ષ પહેલાં આ દિવસે ભગવાન દત્તાત્રેય ( Santram Mandir Samadhi Mahotsav)સ્વરૂપ યોગીરાજ અવધૂત સંતરામ મહારાજે મંદિર પરિસરમાં જીવંત સમાધી લીધી હતી. આ સમયે ત્યાં મૂકેલા બે દિવા આપોઆપ પ્રજ્વલિત થઈ ઉઠ્યાં હતાં. તથા આકાશમાંથી દિવ્ય સાકરવર્ષા થઈ હતી. તે દિવસથી આ દિવાની જ્યોત અંખડ સ્વરૂપે પ્રજ્વલીત છે. તથા દર વર્ષે મહાસુદ પૂનમે પરંપરા મુજબ સાકરવર્ષા કરવામાં આવે છે. ભક્તો આ દિવસની એક વર્ષથી રાહ જોતા હોય છે. યોગીરાજ અવધૂ સંતરામ મહારાજની અંખડ જ્યોતના દર્શન કરી ભક્તો ધન્યતા પ્રાપ્ત કરે છે.