ગુજરાત

gujarat

ETV Bharat / state

નડિયાદની બિલોદરા જેલમાંથી પાકા કામનો કેદી ફરાર - નડીયાદ ન્યુઝ

નડિયાદના બિલોદરા જેલમાંથી ખેતરમાં કામ કરતો પાકા કામનો કેદી ફરાર થઇ જવાની ઘટના સામે આવી છે. જે અંગે પોલીસે ગુનો નોંધી કેદીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

ETV bharat
નડીયાદ: બિલોદરા જેલમાંથી પાકા કામનો કેદી ફરાર

By

Published : Jul 13, 2020, 12:39 PM IST

નડિયાદ: પ્રાપ્ત માહિતી અનુસાર, બિલોદરા જિલ્લાની જેલમાંથી પાકા કામનો કેદી ફરાર થઇ ગયો હોવામો બનાવ સામે આવ્યો છે. જેલના કમ્પાઉન્ડ બહાર આવેલી જમીનમાં ખેતીનું કામ કરતો પાકા કામનો કેદી સોલંકી મનોજ ગઇ કાલે બપોરે પોલીસેને થાપ આપી નાસી છૂટ્યો હતો.

નડીયાદ: બિલોદરા જેલમાંથી પાકા કામનો કેદી ફરાર

કેદી આણંદ જિલ્લાના વણસોલ ગામનો રહેવાસી છે અને ચેક રિટર્નના કેસમાં 10 માસની સજા કાપી રહ્યો હતો. કેદીને આણંદ સબજેલમાંથી બિલોદરાની જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યો હતો. આ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેથી પોલીસે કેદીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details