વર્ષ 2015માં નડિયાદમાં ચકચારી લવ જેહાદનો કિસ્સો બનવા પામ્યો હતો. જેમાં કુખ્યાત માસુમ મહિડા દ્વારા યુવતીને લવ જેહાદની પ્રવૃત્તિ હેઠળ ભગાડી જવામાં આવી હતી. આ મામલામાં આરોપી માસુમ મહિડા વિરૂદ્ધ ગુનો નોંધી તેની અટક કરવામાં આવી હતી. બાદમાં આરોપીઓ આ કેસમાં વધુ તપાસ ન થાય તેવા માટે હાઈકોર્ટમાંથી સ્ટે લાવ્યા હતા. માસુમ મહિડા હાલ જામીન પર મુક્ત છે.
લવ જેહાદ કેસમાં નડિયાદ પોલીસ દ્વારા બેની અટકાયત, વકીલ પણ સામેલ - detained
ખેડાઃ જિલ્લાના નડિયાદમાં માસુમ મહિડા લવ જેહાદ કેસમાં ખોટું નિકાહનામું તૈયાર કરવાના ગુનામાં નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા માસુમ મહિડાના સાગરીત અને વકીલની અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
kheda
આ કેસમાં હાઇકોર્ટે સ્ટે વેકેટ કરતા નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા માસુમ મહિડાના સાગરીત સુલતાનમીયા શેખ અને વકીલ મહંમદ અસ્ફાક મલેકને ખોટું નિકાહનામું તૈયાર કરવાના ગુનામાં અટકાયત કરવામાં આવી છે. જે મામલામાં હાલ નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.