ગુજરાત

gujarat

ETV Bharat / state

Nadiad Police Avas : તમારા પરિવારનું ધ્યાન ગુજરાત સરકાર રાખશે : ગૃહપ્રધાન અમિત શાહ - Gujarat Police Avas

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં વિવિધ જિલ્લાઓમાં બંધાયેલા નવનિર્મિત પોલીસ આવાસોના (Police Avas Inauguration) લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પોલીસ જવાનોને સંબોધીને કેન્દ્રીય (Amit Shah visit to Gujarat) ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, તમે ગુજરાતનું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન ગુજરાત સરકાર રાખશે.

Nadiad Police Avas : તમારા પરિવારનું ધ્યાન ગુજરાત સરકાર રાખશે : ગૃહપ્રધાન અમિત શાહ
Nadiad Police Avas : તમારા પરિવારનું ધ્યાન ગુજરાત સરકાર રાખશે : ગૃહપ્રધાન અમિત શાહ

By

Published : May 30, 2022, 12:31 PM IST

ખેડા :નડિયાદ ખાતે 347 કરોડના ખર્ચે 25 જિલ્લામાં બંધાયેલા નવનિર્મિત પોલીસ આવાસોનું (Police Avas Inauguration) કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah visit to Gujarat) જણાવ્યું હતું કે, દેશભરની પોલીસ સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં નરેન્દ્ર મોદીથી લઇ ભુપેન્દ્ર પટેલ સુધીના સમયગાળામાં 3840 કરોડના ખર્ચે 31143 જવાનોને રહેવાના મકાન આપવાનું કામ ભાજપે કર્યું છે.

નડિયાદ ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં પોલીસ આવાસોનું લોકાર્પણ

આ પણ વાંચો :ઇન્સ્પેકટર કચેરીનું લોકાર્પણ અંગે મીડિયા કર્મીએ પોલીસને સવાલ પૂછતા આકરા શબ્દોમાં કર્યા ડરાવવાના પ્રયત્ન

પોલીસ જવાનોને બિરદાવ્યા - વધુમાં જણાવ્યું હતું કે, વિવિધ વાર-તહેવારે પોલીસ જવાનો પોતાના ઘરબાર મૂકી ખડે પગે ઊભા રહે છે. જેને લીધે આપણે સુરક્ષા અંગે સુનિશ્ચિત રહી શકીએ છે. તેમણે પોલીસ જવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, તમે ગુજરાતનું ધ્યાન રાખો તમારા ઘર પરિવારનું ધ્યાન ગુજરાત સરકાર રાખવા બેઠી છે. તેમણે દેશની સુરક્ષા માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનાર પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે, દેશભરમાં પોલીસ સેટીસફેક્શન રેશિયોમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને છે, એ વાતનું આપણને ગર્વ થવું જોઈએ. તેમણે દેશના લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મભૂમિ (Gujarat Police Avas) પરથી સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ પણ વાંચો :ગૃહપ્રધાન અમિત શાહે પત્ની સાથે દ્વારકાધીશ મંદિરે શીશ નમાવ્યું, ચરણપાદુકાની કરી પૂજાવિધિ

આ પ્રસંગે ઉપસ્થિત લોકો - આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી, કેન્દ્રીય સંચાર પ્રધાન દેવુસિંહ ચૌહાણ, પંચાયત પ્રધાન અર્જુનસિંહ ચૌહાણ, મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, વિધાનસભાના દંડક પંકજ દેસાઈ સહિત (Nadiad Police Avas) સહિત રાજકીય અગ્રણીઓ તેમજ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ સહિત વિવિધ જિલ્લાઓ માંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details