ગુજરાત

gujarat

ETV Bharat / state

અચાનક કારનો દરવાજો ખૂલતા મહિલા કાઉન્સિલર ફંગોળાયા, જુઓ CCTV ફૂટેજ - CCTV Footage Accident

ખેડા જિલ્લાના નડીયાદની એક સોસાયટીમાંથી (CCTV Footage Accident) હચમચી જવાય એવી ઘટના સામે આવી છે. જેમાં એક એક્ટિવા ચાલક મહિલા કાઉન્સિલર સ્નેહલ પટેલને ગંભીર ઈજા પહોંચી હતી. અચાનક કારનો (Nadiad Nagar palika Woman counselor Snehal Patel) દરવાજો ખૂલતા એક્ટિવા પર આવી રહેલા નગર પાલિકાના મહિલા કાઉન્સિલરે (Nadiad Nagar palika Woman Counselor) બેલેન્સ ગુમાવ્યું હતું અને જોરદાર રીતે અથડાયા હતા. અકસ્માતને પગલે સોસાયટીમાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. આ ઘટનાને મામલે કાર ચાલક સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે

અચાનક કારનો દરવાજો ખૂલતા મહિલા કાઉન્સિલર ફંગોળાયા, જુઓ CCTV ફૂટેજ
અચાનક કારનો દરવાજો ખૂલતા મહિલા કાઉન્સિલર ફંગોળાયા, જુઓ CCTV ફૂટેજ

By

Published : Dec 20, 2022, 5:25 PM IST

અચાનક કારનો દરવાજો ખૂલતા મહિલા કાઉન્સિલર ફંગોળાયા, જુઓ CCTV ફૂટેજ

નડીયાદ:નડીયાદ શહેરમાં મહિલા કાઉન્સિલર સ્નેહલ પટેલ (Nadiad Nagar palika Woman counsilor Snehal Patel) એક્ટિવા લઈ ઘરે જઈ રહ્યા હતા.તે દરમિયાન ઊભી રહેલી કારના ચાલકે અચાનક દરવાજો ખોલતા ધડાકાભેર તેઓ અથડાયા હતા. જેના કારણે તેમને ગંભીર ઈજા પહોંચી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV Footage Nadiad Woman counselor) ફૂટેજ સામે આવ્યા છે. નડીયાદ નગરપાલિકાના મહિલા કાઉન્સિલર (Nadiad Nagar palika Woman Counselor) સાથે અકસ્માતની ઘટના બનતા રાજકીય બેડામાં પણ દોડધામ મચી ગઈ હતી. નડીયાદ શહેરના વોર્ડ નં.12 ના કાઉન્સિલર સ્નેહલબેન પટેલ દીકરાને સ્કૂલે મૂકીને ઘરે પરત ફરી રહ્યા હતા એ સમયે આ ઘટના સોસાયટીમાં બની હતી.

આ પણ વાંચો:પોલીસ સ્ટેશનથી 300 મીટર દૂર પંજાબ નેશનલ બેંકમાંથી 18 લાખની લૂંટ

સીસીટીવીમાં કેદ: સ્નેહલ પટેલ જ્યારે એક્ટીવા લઈ સ્કૂલેથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન નડીયાદમાં આવેલી આકાશગંગા સોસાયટી (Aakashganga Society Nadiad) ઉત્કર્ષ હોસ્પિટલ પાસે આ ઘટના બનવા પામી હતી. જ્યાં પાર્ક કરેલી ઇકો કારના ચાલકે અચાનક દરવાજો ખોલતા અકસ્માત થયો હતો. એક્ટીવા સાથે કારનો દરવાજો ધડાકાભેર અથડાયો હતો. જેને લઈ સ્નેહલબેન ફંગોળાઈ જતા ઈજાગ્રસ્ત થયા હતા. અચાનક બનેલી ઘટનાને લીધે તેઓ અવાક બની ગયા હતા.ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. ઘટનાને લઈ સ્નેહલબેન પટેલ દ્વારા કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે છે. અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી.

ABOUT THE AUTHOR

...view details