ગુજરાત

gujarat

ETV Bharat / state

નડિયાદ ડિવિઝન સ્ક્વોડે વિદેશી દારૂ સાથે એક ઇસમની કરી ધરપકડ - નડિયાદ ડિવિઝન સ્ક્વોડ

નડિયાદ ડિવિઝન સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળતા વિદેશી દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા 8,71,700ના મુદ્દામાલ સાથે ડિવિઝન સ્ક્વોડ દ્વારા એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો.

વિદેશી દારૂ ભરેલ ટેમ્પો ઝડપતી નડિયાદ ડિવિઝન સ્ક્વોડ
વિદેશી દારૂ ભરેલ ટેમ્પો ઝડપતી નડિયાદ ડિવિઝન સ્ક્વોડ

By

Published : Aug 8, 2020, 11:02 PM IST

ખેડા : નડિયાદ ડિવિઝન સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી. જેને આધારે નડિયાદના મહોળેલ ગામથી શાકભાજીની આડમાં આઈશર ટેમ્પોમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો સહિત કુલ રૂપિયા 8,71,700 ના મુદ્દામાલ સાથે એક પરપ્રાંતિય ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો.

નડિયાદ ડિવિઝન સ્ક્વોડ ચકલાસી પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન વિદેશી દારૂની હેરાફેરી અંગે બાતમી મળી હતી.

જેને આધારે મહોળેલ ગામ નજીક બળિયાદેવ મંદિર પાસે બાતમી મુજબનો શંકાસ્પદ ટેમ્પો જણાતાં તેમાં તપાસ કરવામાં આવી હતી.

જેમાં શાકભાજીની આડમાં રૂપિયા 5,71,200ની કિંમતની 1152 નંગ વિદેશી દારૂની હોટલ મળી આવી હતી. જેને લઈ દારૂનો જથ્થો તેમજ આઈશર ટેમ્પો અને મોબાઈલ મળી કુલ રૂપિયા 8,71,700 મો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

જે બાબતે પોલિસ દ્વારા મધ્યપ્રદેશના શ્રવણ ચૌહાણને ઝડપી તેની વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details