નડિયાદઃ સેસન્સ કોર્ટ દ્વારા એક જ દિવસમાં દુષ્કર્મના બે અલગ અલગ કેસોમાં આકરી સજા ફટકારવામાં આવતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. સામુહિક દુષ્કર્મના મામલામાં આરોપીને આજીવન કેદ જયારે પોક્સોના મામલામાં આરોપીને દસ વર્ષની કેદની સજા નડિયાદ કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે.
નડિયાદ કોર્ટે દુષ્કર્મના બે કેસમાં દોષીઓને આકરી સજા ફટકારી - latest Nadiad news
નડિયાદની સેસન્સ કોર્ટ દ્વારા એક જ દિવસમાં દુષ્કર્મના બે અલગ અલગ કેસોમાં આકરી સજા ફટકારવામાં આવી છે. જેના કારણે ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. સામુહિક દુષ્કર્મના મામલામાં આરોપીને આજીવન કેદ જયારે પોક્સોના મામલામાં આરોપીને દસ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.
2018માં ચકલાસીના મોહળેલ તાબેના સંતરામપુરામાં સામુહિક દુસ્કર્મની ઘટના બની હતી. જેમાં કમલેશ સોલંકી અને કિરણ સોલંકી નામના બે સગા ભાઈઓએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ પીડિતા વહેલી સવારે કુદરતી હાજતે જવા ખેતરમાં જઈ રહી હતી તે દરમિયાન જૂની અદાવતને લઈને બંનેએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે ચકલાસી પોલીસ દ્વારા ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા કેસ ચાલી જતા કોર્ટ દ્વારા કમલેશ લાખા સોલંકીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સામુહિક દુષ્કર્મના આ મામલામાં સહઆરોપી કિરણ સોલંકી ફરાર છે.
તો એક અન્ય કેસમાં વર્ષ 2018માં કઠલાલના સંદેસર દાજીપૂરાની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. જે મામલામાં આરોપી કોદા પરમારને 10 વર્ષની સજા અને 50 હજારનો દંડ નડિયાદ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો છે. એક જ દિવસમાં બે અલગ અલગ મામલામાં આકરી સજા ફટકારતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.