જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડિઆદના ફૂલ ટાઈમ સેક્રેટરી આર.એલ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, "આ વિશ્વમાં દવાઓના દુરૂપયોગ અને ગેરકાયદેસર વેપારની ગુનાહિત કામગીરી ખુબ જ મોટા પ્રમાણમાં થઇ રહી છે. જેમાં નવીન દવાઓ ગરીબ માણસો પર પરીક્ષણ કરવામાં આવે છે. અમુક માદક દ્રવ્યો ધરાવતી દવાઓને નશા તરીકે પ્રચલિત કરીને બાળકો તથા યુવાનોને તેના વ્યસની બનાવવામાં આવી રહ્યા છે. જેને અટકાવવાના ઉમદા હેતુસર સયંકત રાષ્ટ્ર સંઘ દ્વારા તારીખ 25 મી જુનને “આંતરરાષ્ટ્રીય દવાઓના દુરૂપયોગ અને ગેરકાયદેસર વેપાર વિરોધ દિન” તરીકે જાહેર કરાયો છે. આ દિવસે દુષણ સામે લોકોમાં જનજાગૃતિ લાવવાની કામગીરી વિશ્વકક્ષાએ કરવામાં આવી રહી છે. યુવાનો અને બાળકોએ આપણા દેશનું ભવિષ્ય છે. તેઓએ તમાકુ-સિગારેટ કે નશીલી દવાઓના વ્યસનોથી દુર રહીને એક ઉજ્જવળ કારકિર્દી બનાવવી જોઈએ."
નડિયાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ ઉજવાયો - Nadiad
ખેડાઃ જિલ્લાના વડામથક નડિયાદમાં “આંતરરાષ્ટ્રીય દવાઓના દુરૂપયોગ અને ગેરકાયદસર વેપાર વિરોધ દિન”(INTERNATIONAL DAY AGAINST DRUG ABUSE AND ILLICIT TRAFFICKING) ઉજવાયો હતો. જેના ભાગરૂપે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નડિઆદ દ્વારા લોકોમાં દવાઓના દુરૂપયોગ અને ગેરકાયદેસર વેપારનાં વિશ્વવ્યાપી દુષણ સામે જનજાગૃતિ લાવીને કાર્યક્રમનું યોજાયો હતો. આ કાર્યક્રમ નડિયાદની મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ લિ.માં રાખવામાં આવ્યો હતો. જેમાં કાનૂની સેવા મંડળના સભ્યો સહિત સ્થાનિકો મોટી સંખ્યામા હાજર રહ્યાં હતાં.

મફત અને સક્ષમ કાનૂની સલાહ -સહાય વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સામાન્ય વર્ગનાં રૂપિયા એક લાખથી ઓછી આવક ધરાવતા અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિના લોકોને અને ભૂકંપ રેલ કે દુકાળ-અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓનો ભોગ બનેલા લોકો તેમજ જેલમાં રહેલા કેદીઓ આ સુવિધા હેઠળ મફત અને સક્ષમ કાનૂની સલાહ -સહાય તથા જરૂરી કિસ્સામાં વકીલ પણ ફાળવવામાં આવે છે. આ સેવા સૌ જરૂરીયાતમંદોને સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાય તે માટે નામદાર સુપ્રિમ કોર્ટથી લઈને તાલુકા કોર્ટ સુધી કાનૂની સેવા સમિતિઓની રચના કરવા આવી છે.
મદદનીશ સરકારી વકીલ પ્રેમ તિવારીએ જણાવ્યું હતું કે, "આ દવાઓના દુરૂપયોગ અને ગેરકાયદેસર વેપારને નેસ્તનાબૂદ કરવા રાજય સરકારનું વહિવટીતંત્ર પણ સઘન કાર્યવાહી કરી રહ્યું છે." આમ નડિયાદના નવપ્રભાત વ્યસન મુકિત કેન્દ્ર દ્વારા આ કાર્યક્રમમાં વ્યસનથી થતાં રોગો-નુકસાનની માહિતી આપીને વ્યસન મુક્તિને લગતું પ્રદર્શન અને પ્રવચન પણ કરવામાં આવ્યું હતું. જેથી લોકો પોતાના જીવનનું મહત્વ સમજી શકે અને પોતાની જાતને વ્યસનના ખાડામાં પડતાં અટકાવી શકે.