ગુજરાત

gujarat

ETV Bharat / state

નડિયાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અચોક્કસ મુદ્દત માટે બંધ રહેશે - ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અચોક્કસ મુદ્દત માટે બંધ

નડિયાદના પીપલગ ખાતે આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અચોક્કસ મુદ્દત માટે બંધ રાખવાનો જિલ્લા કલેક્ટર દ્વારા લેવામાં આવ્યો છે. એપીએમસીમાં કામ કરતા શ્રમિકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તકેદારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

નડિયાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અચોક્કસ મુદ્દત માટે બંધ રહેશે
નડિયાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અચોક્કસ મુદ્દત માટે બંધ રહેશે

By

Published : May 3, 2020, 8:32 PM IST

નડીયાદ: શનિવારના રોજ નડિયાદ એપીએમસીમાં કામ કરતા એક મજૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઇ તેના સંપર્કમાં આવેલા તમામને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલ દ્વારા નડીયાદ પીપલગ એપીએમસી અચોક્કસ મુદ્દત માટે બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.


મહત્વનું છે કે, નડિયાદ શહેરમાં કોરોના પોઝિટિવના 8 કેસો નોંધાયા છે. જેને લઈને તંત્ર દ્વારા તમામ તબક્કે સતર્કતા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details