ગુજરાત

gujarat

ETV Bharat / state

Nabbed with weapons in Kheda: દેશી તમંચા સાથે બે શખ્સને ઇન્દોર હાઇવે ઉપર ઝડપી લેતી પોલીસ - Arms Act

સેવાલિયા પોલીસે (Sevalia Police) અમદાવાદ ઇન્દોર હાઇવે પર મહારાજ મુવાડા નવી ચેકપોસ્ટ(Maharaja Muwada new checkpost) પર ચેકિંગ હથિયાર સાથે બે શખ્સ ઝડપી (Nabbed with weapons in Kheda) લીધાં હતાં. આ કાર ગોધરા તરફથી આવી રહી હતી. ત્યારે દેશી તમંચા આરોપીઓ ઝડપાઈ ગયાં હતાં.

Nabbed with weapons in Kheda: દેશી તમંચા સાથે બે શખ્સને ઇન્દોર હાઇવે ઉપર ઝડપી લેતી પોલીસ
Nabbed with weapons in Kheda: દેશી તમંચા સાથે બે શખ્સને ઇન્દોર હાઇવે ઉપર ઝડપી લેતી પોલીસ

By

Published : Apr 5, 2022, 8:46 PM IST

ખેડા:જિલ્લાના સેવાલિયાની મહારાજના મુવાડા ચેકપોસ્ટ પરથી દેશી તમંચા સાથે બે આરોપીઓને પોલિસ દ્વારા ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ (Nabbed with weapons in Kheda)ધરવામાં આવી છે. પોલિસ દ્વારા વાહન ચેકીંગની(Vehicle checking by police) કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન બ્રેઝા કારનું ચેકિંગ કરતાદેશી તમંચા સાથે આરોપીઓ ઝડપાયા હતા.

અમદાવાદ ઇન્દોર હાઇવે(Ahmedabad Indore Highway) ઉપર આવેલ મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પર સેવાલીયા પોલીસના જવાનો વાહન ચેકીંગમાં હતા. તે દરમિયાન ગોધરા તરફથી આવતી લાલ કલરની બ્રેઝા કાર નંબર GJ 10 DA 2555નું પોલિસ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય હાથ બનાવટના લોખંડના દેશી તમંચા સાથે હુસેનભાઈ અલીભાઈ સમા રહેવાસી ચોરબેડીના હતા , જામનગર અને અનિલભાઈ ગુમાનભાઈ મહિડાના હતા તેઓને કસલધરા મધ્યપ્રદેશને પકડી લેવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો:Police checking in Valsad : નવા વર્ષની ઉજવણી કરી દમણથી પરત થતા લોકોને પકડી એક સાથે રાખવા માટે પોલીસે મેરેજ હોલ બુક કર્યા

કાર તેમજ રોકડ સહિત કુલ રૂ.5 લાખનો મુદ્દામાલ ઝડપાયો -સેવાલીયા પોલીસે 1 નંગ દેશી બનાવટનો તમંચો કિંમત રૂ.5000,આરોપીઓની અંગજડતીમાંથી રોકડ રૂ.6320,મોબાઈલ નંગ 2 કિંમત રૂ.8000 તથા બ્રેઝા કાર કિંમત રૂ.5,00,000 મળી કુલ રૂપિયા 5,19,320 કિંમતનો મુદામાલ કબ્જે લઈ બંને આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એકટ(Arms Act ) હેઠળનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:Charas seized from Banaskantha: અમીરગઢ બોર્ડર પરથી 1 કરોડ 46 લાખ રૂપિયાની કિંમતનું 14 કિલો ચરસ ઝડપાયું

ABOUT THE AUTHOR

...view details