ગુજરાત

gujarat

ETV Bharat / state

નડિયાદ ખાતે જિલ્લા કક્ષાની કોરોના હોસ્પિટલની કલેકટર દ્વારા સમીક્ષા કરાઈ

સમગ્ર વિશ્વ અત્યારે કોરોના વાઇરસની અસરને કારણે ખુબ જ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ તેની અસર વર્તાઈ રહી છે. સરકાર દ્વારા ખેડા જિલ્લામાં કોરોના વાઇરસને લગતા દર્દીઓની સારવાર માટે એન.ડી. દેસાઈ મેડિકલ કોલેજની પસંદગી કરવામાં આવેલી છે.જેને લઇ આ હોસ્પિટલ ખાતે નિયમ મુજબની તમામ સાધન સામગ્રી અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

A
નડિયાદ ખાતે જિલ્લા કક્ષાની કોરોના હોસ્પિટલની કલેકટર દ્વારા સમીક્ષા કરાઈ

By

Published : Apr 7, 2020, 8:17 PM IST

ખેડાઃ નડિયાદ ખાતે એન.ડી.દેસાઈ મેડિકલ કોલેજને જિલ્લા કક્ષાના કોરોનાની સારવાર અંગેની હોસ્પિટલ નિયત કરવામાં આવી છે. જે હોસ્પિટલની કલેકટર આઈ.કે.પટેલ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે આ અંગેની તમામ વિગતોની ઝીણવટભરી માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી. તેઓએ તમામ વોર્ડની, દવાઓની, ઓક્સિજન અને વેન્ટિલેટર તથા તબીબી સ્ટાફની પણ જાત માહિતી મેળવી હતી.

નડિયાદ ખાતે જિલ્લા કક્ષાની કોરોના હોસ્પિટલની કલેકટર દ્વારા સમીક્ષા કરાઈ
નડિયાદ ખાતે જિલ્લા કક્ષાની કોરોના હોસ્પિટલની કલેકટર દ્વારા સમીક્ષા કરાઈ

મહત્વનું છે કે કોરોના વાઈરસના દિવસેને દિવસે વધી રહેલા સંક્રમણને લઈ રાજય સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ તેની સારવાર અર્થે હોસ્પિટલો નિયત કરવામાં આવી છે, ત્યારે નડિયાદ ખાતે જિલ્લા કક્ષાની કોરોના હોસ્પિટલની તૈયારીઓની સમીક્ષા બેઠક જિલ્લા વહીવટી તંત્ર અને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા યોજવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details