- મરીન પોલીસે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન એક શખ્સને નશાયુક્ત હાલતમાં પકડ્યો
- કુલ 68,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો
- તમામ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
મુંદ્રા મરીન પોલીસે દારૂની 145 બોટલ સાથે 3 આરોપીને પકડ્યા
મુંદ્રા મરીન પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગ દરમિયાન શેખડિયા ગામની સીમમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની 145 બોટલો સાથે આરોપીને ઝડપી પાડયા હતા.
કચ્છ:નાઇટ પેટ્રોલીંગ દરમિયાન મુંદ્રા મરીન પોલસને લુણી ગામનાં રેલ્વે ફાટક પાસે એક મોટર સાયકલ ચાલક રાધા ડોસા પારાધી નશાયુકત હાલતમાં મળી આવતાં તેની તપાસ કરતાં સ્પેશિયલ વહીસ્કીની એક બોટલ મળી આવી હતી.
નશાયુક્ત આરોપીને પકડતા અન્ય બે શખ્સના નામ ખુલ્યા
આ આરોપીની સઘન પૂછપરછ કરતા આ દારૂની બોટલ શેખડીયા ગામનાં અને સીમ વિસ્તારમાં ગાય-ભેંસનો વાડો ચલાવતા ગોકુલ પબુભાઇ ગઢવી પાસેથી લઇ આવેલ હોવાનું જણાવતાં આરોપીને સાથે રાખી ગાય ભેંસના વાડામાં તપાસ કરતાં ગોકુલ પબુભાઇ ગઢવી હાજર મળી આવેલ અને તેના કબ્જાનાં વાડામાં આવેલ ઓરડીમાં તપાસ કરતાં પાર્ટી સ્પેશીયલ વ્હીસ્કી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલો 145 નંગ. કિ. રૂપિયા 58,000નો મળી આવ્યો હતો. આ દારૂ બાબતે આ આરોપીની પુછપરછ કરતાં આ દારૂ મંગા કાના ગઢવીનું હોવાનું ખુલ્યું હતું.
આરોપી પાસેથી કુલ 68,100નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
પોલીસે આરોપી પાસેથી બાઈક કિંમત 5,000 બે મોબાઇલ ફોન કિંમત 5,100 અને સ્પેશીયલ વ્હિસ્કીની 145 બોટલ કિંમત 58,000નો મળીને કુલ 68,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ આરોપીઓ વિરુધ્ધ MV એક્ટ કલમ 185 તથા પ્રોહિબિશન કબજાનો કેસ કરવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.