ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડાના 700 ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાયા

રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઇ અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરવામાં આવી છે. જેમાં ખેડાના 700 કરતા વધુ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાયા હતા.

ખેડાના 700 ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાયા
ખેડાના 700 ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાયા

By

Published : Jan 13, 2021, 2:18 PM IST

  • આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ
  • ખેડાના 700 ઉપરાંત કર્મચારીઓ હડતાળમાં જોડાયા
  • જિલ્લા પંચાયતે પહોંચી પડતર માંગણીઓ સંદર્ભે રજૂઆત કરી

ખેડાઃ આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીને લઇને અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરાઈ છે. જે હડતાળમાં ખેડા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પણ જોડાયા છે. કર્મચારીઓએ જિલ્લા પંચાયત કચેરીએ પહોંચી જિલ્લા વિકાસ અધિકારીને પડતર માંગણીઓ સંદર્ભે રજૂઆત કરી હતી.

ખેડાના 700 ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાયા

ખેડાના 700 ઉપરાંત કર્મચારીઓ હડતાળમાં જોડાયા

વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે આરોગ્ય કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરવામાં આવી છે. ખેડા જિલ્લાના 700 ઉપરાંત કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા જિલ્લા પંચાયત ખાતે પહોંચી પોતાની માંગણીઓ સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

કર્મચારીઓ રસી લેશે નહીં અને આપશે પણ નહીં

અચોક્કસ મુદતની હડતાળ સાથે ગાંધીનગરમાં પ્રતિક ઉપવાસ તથા ધરણા તેમજ આંદોલન દરમિયાન કોવિડ કામગીરીમાં અસહકાર દાખવી આરોગ્ય કર્મચારીઓ રસી લેશે નહીં અને આપશે પણ નહીં તેવી જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે, વિવિધ પડતર માગણીઓને લઈને આરોગ્ય કર્મચારીઓ દ્વારા 2018 થી હડતાળ તેમજ આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આરોગ્ય અગ્રસચિવ સાથેની બેઠકમાં સાનુકૂળ પ્રતિભાવ ન મળતા હડતાળ શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details