ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં 42.92 લાખના Foreign liquorનો નાશ કરાયો - Gujarat News

ખેડા પોલીસ દ્વારા અલગ-અલગ ગુનામાં પકડવામાં આવેલા રૂપિયા 42.92 લાખની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો ખેડા કેમ્પ ખાતે નાશ કરવામાં આવ્યો હતો. અધિકારીઓની ઉપસ્થિતિમાં આ જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

Destruction of alcohol in Kheda
Destruction of alcohol in Kheda

By

Published : Jun 19, 2021, 8:51 PM IST

  • રૂપિયા 42.92 લાખની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ
  • વર્ષ 2019-20 દરમિયાન 21 અલગ અલગ ગુનામાં ઝડપાયો હતો દારૂ
  • અધિકારીઓની ઉપસ્થિતિમાં ફેરવાયુ બુલડોઝર

ખેડા : રાજ્ય સહિત ખેડા જિલ્લામાં દારૂબંધીનો અમલ કરવામાં આવી રહ્યો છે. જોકે તેમ છતાં પણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં અવારનવાર વિદેશી દારૂનો જથ્થો પકડાતો હોય છે. પોલીસ દ્વારા પકડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો ખેડા કેમ્પ ખાતે નાશ કરવામાં આવ્યો હતો.

ખેડામાં 42.92 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો

આ પણ વાંચો : શંકરસિંહ વાઘેલાને ક્યારનું કોંગ્રેસમાં આવું છે, પણ નિર્ણય હાઇ કમાન્ડ પર આધારિત : કોંગ્રસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા

વર્ષ 2019-20માં ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ

ખેડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વર્ષ 2019-20 દરમિયાન અલગ-અલગ 21 જેટલા ગુનામાં વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો. આ પકડવામાં આવેલા કુલ રૂપિયા 42,92,830ની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો શનિવારે ખેડા કેમ્પ ખાતે નાશ કરવામાં આવ્યો હતો. સમગ્ર જથ્થો એકત્ર કરી તેની પર બુલડોઝર ફેરવી દેવાયું હતું.

42.92 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો

આ પણ વાંચો : પ્રતિબંધ છતાં ગાંધીનગરમાં ચાલતું હુક્કાબાર, પોલીસે 11 યુવાનોની કરી ધરપકડ

અધિકારીઓની ઉપસ્થિતિમાં ફેરવાયુ બુલડોઝર

વિદેશી દારૂના આ જથ્થાનો ધોરણસરની કાર્યવાહી કરી નાશ કરવામાં આવ્યો હતો. કપડવંજ DYSP, ખેડા પ્રાંત અધિકારી, મામલતદારની ઉપસ્થિતિમાં વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

42.92 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો

ABOUT THE AUTHOR

...view details