ખેડાઃ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી બસ મારફતે શ્રમિકોને નડિયાદ ખાતે લાવવામાં આવ્યા હતા. જે તમામ શ્રમિકોનું તાલુકા કક્ષાએ જ મેડિકલ ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ જ તેમને વતન તરફ જવાની મંજૂરી આપી મોકલવામાં આવ્યા છે.
ખેડા જિલ્લામાં રોજગારી મેળવતા બિહારના 1600થી વધુ શ્રમિકોનું વતન તરફ પ્રયાણ
જિલ્લા કલેકટર આઇ.કે.પટેલે જણાવ્યું હતું કે, ખેડા જિલ્લામાંથી આ અગાઉ 5 ટ્રેનો યુપી અને છત્તીસગઢ માટે સ્પેશ્યિલ ટ્રેન શ્રમિકો માટે રવાના કરવામાં આવી હતી. બિહારના અન્ય બાકી રહેતા શ્રમિકો માટે મંજૂરી મળ્યા પછી સ્પેશ્યિલ ટ્રેનનું આયોજન કરવામાં આવશે.
ખેડા જિલ્લામાં રોજગારી મેળવતા બિહારના 1600થી વધુ શ્રમિકોનું વતન તરફ પ્રયાણ
કલેક્ટર આઇ.કે.પટેલ અને અધિક કલેક્ટર રમેશ મેરજાના નેતૃત્વ હેઠળ દરેક યાત્રીઓને વહીવટી તંત્ર દ્વારા નાસ્તાના પેકેટ અને મિનરલ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકડાઉનની પરસ્થિતિમાં વતન જવાની તક મળતા આ શ્રમિકોમાં અનહદ આનંદ વર્તાતો હતો.
આ પ્રસંગે નાયબ કલેક્ટર અવંતિકાબેન દરજી, મામલતદાર, ખેડા જિલ્લાના મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓ, રેલવે સ્ટેશન માસ્ટર દેવડા તથા તેમનો સ્ટાફ, મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને અધિકારીઓ તથા વતનની વાટ પકડતા શ્રમિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતા.