નડિયાદઃ ખેડા જીલ્લામાં કોરોના પોઝિટિવના વધુ બે કેસ સામે આવ્યા છે. જેમાં ખેડા શહેરમાં એક અને માતર તાલુકાના ત્રાજ ગામે એક એમ બે વ્યક્તિઓના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દ્વારા સેનેટાઈઝિંગની કામગીરી કરવામાં આવી છે.
ખેડા જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં કોરોનાના વધુ બે કેસ સામે આવ્યા છે. ખેડા શહેરના લાલ દરવાજા કાછીયા શેરી વિસ્તારમાં રહેતા 27 વર્ષીય યુવક કેડીલા કંપનીમાં નોકરી કરતો હતો. જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે માતર તાલુકાના ત્રાજ ગામે 45 વર્ષીય પુરુષનો પણ પોઝીટીવ રિપોર્ટ આવતા બંને સારવાર માટે નડિયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં દાખલ છે.