ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા જિલ્લામાં Monsoon Seasonનું કડાકા સાથે મેઘરાજાનું આગમન

રાજ્યમાં Monsoon Seasonની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ગતરોજ સાંજ પછી ખેડા જિલ્લામાં Monsoon Seasonનો માહોલ સર્જાયો હતો. રાતે નડિયાદ સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે પવન તેમજ વીજળીના કડાકા અને વાદળોના ગડગડાટ સાથે સાર્વત્રિક વરસાદ થયો હતો.

ખેડા જિલ્લામાં Monsoon Seasonનું કડાકા સાથે મેઘરાજાનું આગમન
ખેડા જિલ્લામાં Monsoon Seasonનું કડાકા સાથે મેઘરાજાનું આગમન

By

Published : Jun 17, 2021, 1:15 PM IST

  • ખેડા જિલ્લામાં ચોમાસાની શરૂઆત
  • જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો
  • નડિયાદ, વસો અને મહુધામાં 2 ઈંચ વરસાદ

ખેડા :જિલ્લામાં અકળાવનારી ભારે ગરમી પછી બાદMonsoon Seasonનો વિધિવત પ્રારંભ થયો છે. ગત રાત્રે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો : Monsoon Update : સુરત ગ્રામ્યમાં પવન સાથે Rainનું આગમન

ધરતીપુત્રોને સારા Monsoon Seasonની આશા બંધાઈ

જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી પછી સાર્વત્રિક વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. જેને લઈ લોકોને ગરમી અને બફારાથી રાહત મળતા હાશકારો અનુભવાયો હતો. સમયસર Monsoon Seasonના આગમનથી ધરતીપુત્રોને પણ સારા Monsoon Seasonની આશા બંધાઈ છે.

ખેડા જિલ્લામાં Monsoon Seasonનું કડાકા સાથે મેઘરાજાનું આગમન

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 21 જિલ્લામાં સૌથી વધુ વરસાદ

નડિયાદ, વસો અને મહુધામાં 2 ઈંચ વરસાદ

ખેડા જિલ્લામાં ગતરાત્રે વીજળીના કડાકા તેમજ વાદળના ગડગડાટ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના નડિયાદ, વસો અને મહુધામાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.

જિલ્લામાં Monsoon Seasonની શરૂઆતમાં વરસાદના આંકડા જોઈએ તો,

  1. કઠલાલ 11 mm
  2. કપડવંજ 45 mm
  3. ખેડા 37 mm
  4. ગળતેશ્વર 16 mm
  5. ઠાસરા 2 mm
  6. નડિયાદ 53 mm
  7. મહુધા 53 mm
  8. મહેમદાવાદ 40 mm
  9. માતર 45 mm
  10. વસો 59 mm

એમ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.

ABOUT THE AUTHOR

...view details