ઠાસરામાં મનરેગા હેઠળ 3,500 શ્રમિકને રોજગારી પૂરી પડાઈ - Kheda
લૉકડાઉન 4.0 વચ્ચે આગામી ચોમાસાને ધ્યાનમાં લઇને તેમ જ શ્રમિકોને રોજગાર પૂરો પાડવાના હેતુથી મનરેગા હેઠળ વિવિધ કામ ચાલી રહ્યાં છે. આ અંતર્ગર્ત ઠાસરા તાલુકામાં આશરે 3,500 શ્રમિકને રોજગારી પૂરી પાડવામાં આવી છે.
ઠાસરા: કોરોના વાયરસની મહામારીમાં ખેડા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ વિવિધ કામો કરવામાં આવી રહ્યાં છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં 3500 શ્રમિકોને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે.ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં કોતરીયા ગામે મનરેગાના કામો અંતર્ગત 25 ગ્રામ પંચાયતો આવરી લઇ 34 જેટલા કામો કરવામાં આવ્યાં છે.જેમાં 30 તળાવ,બે તલાવડી અને બે ચેકડેમના કામો હાથ ધરવામાં આવ્યાં છે. જેમાં 20 જેટલા કામો પીએમવાય યોજના અંતર્ગત ચાલુ કરવામાં આવ્યાં છે.જેમાં અંદાજિત 2,500 જેટલા કામદારોને-શ્રમિકોને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અન્ય 10 જેટલા કામો આગામી દિવસોમાં કાર્યરત કરવામાં આવશે. જેમાંથી અન્ય 1000 જેટલા શ્રમિકોને પણ રોજગારી ઉપલબ્ધ કરાવી શકાશે.જેથી કુલ 3500 શ્રમિકોને રોજગારી મળી રહેશે.