- બાકી વીજ બિલની રકમ તાત્કાલિક ભરવા નોટિસ
- યાત્રાધામમાં અંધારપટની શક્યતા
- બાકી વીજ બિલને લઈ આક્ષેપબાજી
ખેડા : ડાકોર નગરપાલિકા દ્વારા આગળના બાકી રૂપિયા 39 લાખ તેમજ માર્ચ મહિનાના રૂપિયા 5 લાખનું વીજ બિલ ભરવાનું બાકી છે. જેને લઈ બાકી બિલના રૂપિયા 44 લાખ તાત્કાલિક ભરી દેવા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા નોટિસ આપવામાં આવી છે.
MGVCLએ ડાકોર નગરપાલિકાને રૂપિયા 44 લાખના બાકી બિલનો લઈને નોટિસ ફટકારી આ પણ વાંચો :વડોદરા શહેર કોંગ્રેસે વીજ બિલ માફ કરવાની માંગણી સાથે આવેદન પત્ર પાઠવ્યું
યાત્રાધામમાં અંધારપટની શક્યતા
MGVCL દ્વારા નોટિસ આપ્યા બાદ પણ બિલ નહી ભરાતા જોડાણ પણ કાપવામાં આવ્યું હોવાની વિગતો મળી છે. બિલની વહેલી તકે ચૂકવણીની મૌખિક ખાતરી બાદ કનેક્શન પૂર્વવત કરાયું હતું, ત્યારે અત્યાર સુધી બિલના બાકી નાણા નહી ચૂકવી શકેલી નગરપાલિકા આગામી દિવસોમાં જો બાકી રકમ નહી ચુકવી શકે તો યાત્રાધામમાં અંધારપટ ફેલાવાની શક્યતાઓ જોવા રહી છે.
આ પણ વાંચો :PGVCLનું કચ્છની નગરપાલિકાઓ પાસેથી 135 કરોડનું લેણું
બાકી વીજ બિલને લઈ આક્ષેપબાજી
બાકી વીજ બિલ અંગે નગરપાલિકા પ્રમુખ મયુરી પટેલે પૂર્વ પ્રમુખ રાજેશ પટેલ પર લાખો રૂપિયા ન ભરવાનો આક્ષેપ કર્યો છે. તો પૂર્વ પ્રમુખ રાજેશ પટેલે નગર પાલિકા દ્વારા તાજેતરમાં જ રૂપિયા 1.20 કરોડની ટેક્સની વસૂલાત કરવા છતાં જવાબદારીમાંથી છટકવાનો આક્ષેપ કર્યો હતો.