ખેડા: થોડા સમય પહેલા કપડવંજ નગરપાલિકા દ્વારા એક વ્યક્તિને ભાડાપટ્ટે દુકાન આપવામાં આવી હતી.જેમાં ભાડૂઆત દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું.આ બાંધકામ દૂર કરવા માટે નગરપાલિકા સભ્યો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતા બાંધકામ દૂર કરવામાં આવ્યું ન હતું.
ખેડાના કપડવંજમાં નગરપાલિકાના સભ્યો દ્વારા પ્રતિક ઉપવાસ
ખેડા જિલ્લાના કપડવંજમાં નગરપાલિકા દ્વારા ભાડાપટ્ટે આપેલી દુકાનમાં ભાડૂઆત દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરાતા તે દૂર કરવા સભ્યો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી. તેમ છતા બાંધકામ દૂર ન કરવામાં આવતા ગુરુવારે નગરપાલિકાના સભ્યો દ્વારા પ્રતિક ઉપવાસ યોજવામાં આવ્યા હતા. અંતે ભાડૂઆતે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની લેખિત ખાતરી આપતા ઉપવાસ આંદોલન સમેટાયું હતું.
ખેડાના કપડવંજમાં નગરપાલિકા સભ્યો દ્વારા પ્રતિક ઉપવાસ
આથી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની માંગ સાથે ગુરુવારે સભ્યો દ્વારા પ્રતીક ઉપવાસ યોજવામાં આવ્યા હતા. છેવટે ભાડૂઆત દ્વારા નગરપાલિકા સભ્યોને ગેરકાયદેસર રીતે કરવામાં આવેલું બાંધકામ દૂર કરવાની લેખિત બાંહેધરી આપવામાં આવતા નગરપાલિકા સભ્યો દ્વારા ઉપવાસ આંદોલન સમેટી લેવાયું હતું.