ગુજરાત

gujarat

ETV Bharat / state

Mehmedabad Bribery Case 2013: નડીયાદ કોર્ટે મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટરને  લાંચ કેસમાં સજા ફટકારી, 15,000 માગ્યા હતાં

લાંચ માંગવાના કેસ (Mehmedabad Bribery Case 2013)માં મહેમદાવાદના તત્કાલીન મહિલા મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટરને 4 વર્ષની સજા ફટકારવામાં આવી છે. શુું હતો કેસ અને કયા આધારે સજા પડી તે જાણો.

Mehmedabad Bribery Case 2013: નડીયાદ કોર્ટ દ્વારા મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટરને 4 વર્ષની કેદની સજા, માંગી હતી લાંચ
Mehmedabad Bribery Case 2013: નડીયાદ કોર્ટ દ્વારા મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટરને 4 વર્ષની કેદની સજા, માંગી હતી લાંચ

By

Published : Feb 21, 2022, 7:04 PM IST

ખેડા: વર્ષ 2013માં લાંચ (Mehmedabad Bribery Case 2013) માંગવાના કેસમાં ખેડા જિલ્લાના મહેમદાવાદના તત્કાલીન મહિલા મામલતદાર (Mamlatdar Mehmedabad Gujarat) તેમજ કોમ્પ્યુટર ઑપરેટરને નડિયાદ કોર્ટ (Nadiad Court Bribery Case) દ્વારા 4 વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. વર્ષ 2013માં ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા કાનન શાહ તેમજ કોમ્પ્યુટર ઓપરેટર સમીરખાન પઠાણ દ્વારા રૂપિયા 15 હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી.

જમીનની કાચી નોંધમાંથી પાકી નોંધ કરવા માટે રૂપિયા 15 હજારની લાંચ માંગી હતી.

જમીનની કાચી નોંધમાંથી પાકી નોંધ કરાવવા માંગી હતી લાંચ

આ મામલામાં ACB દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમણે જમીનની કાચી નોંધમાંથી પાકી નોંધ કરવા માટે રૂપિયા 15 હજારની લાંચ (Bribery cases In Gujarat) માંગી હતી. વર્ષ 2013માં મહેમદાવાદ તાલુકાના અરજદાર પાસેથી જમીનની કાચી નોંધમાંથી પાકી નોંધ કરવા માટે મામલતદાર કાનનબેન શાહનો સંપર્ક કરતા તેમણે પાકી નોંધ કરાવવા 15 હજારની લાંચની માગણી કરી હતી. આ મામલે અરજદાર દ્વારા ખેડા ACB (kheda anti corruption bureau)ને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં મામલતદાર કાનનબેન શાહ તથા સમીરખાન પઠાણે એકબીજાના મેળાપીપણામાં ફરિયાદી પાસે લાંચની માંગણી અંગેની હેતુલક્ષી વાતચીત કરી હતી.

આ પણ વાંચો:Kheda Mahudha murder case: બેવડી હત્યા કરનાર આરોપીને નડિયાદ કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારી

આરોપીઓને રેકોર્ડિંગની શંકા જતા લાંચની રકમ સ્વીકારી નહીં

આ વાતચીતનું રેકોર્ડિંગ થઈ ગયું હતું. તેથી આરોપીઓને શંકા જતા ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી નહીં અને આરોપીઓએ ગુનાહિત ગેરવર્તન અને ફરિયાદી પાસેથી લાંચની માંગણી કરેલ હોઈ ACB પોલીસ સ્ટેશન (acb police station kheda)ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે મામલામાં નડિયાદ કોર્ટ દ્વારા સુનાવણી (Hearing by Nadiad Court)કરતા નડિયાદના સ્પેશ્યલ જજ પી.એસ.દવે દ્વારા સરકારી વકીલ ગોપાલ ઠાકુરે ફરિયાદી પક્ષે 5 સાહેદોની જુબાની તથા 33 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા.

આ પણ વાંચો:Chlorine gas leakage Kheda: ખેડાના પરિએજમાં ક્લોરીન ગેસ લીકેજ, દસ વ્યક્તિ થયા બેભાન

મામલતદારને 4વર્ષની સખત કેદની સજાનો હુકમ

તેમજ તેમની દલીલોને ધ્યાને લઇ દાખલો બેસે એવો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા તત્કાલીન મામલતદાર કાનન શાહને 4 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 10 હજારનો દંડનો હુકમ કરવામાં આવ્યો હતો. તેમજ કોમ્પ્યુટર ઓપરેટર સમીરખાન પઠાણને 4 વર્ષની કેદની સજા તથા રૂ 15 હજારનો દંડનો હુકમ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details