ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં રોડ સેફ્ટી કમિશ્નરની અધ્યક્ષતામાં ઉચ્‍ચ સ્‍તરીય બેઠક યોજાઇ

ખેડા જિલ્‍લા કલેક્ટર કચેરી ખાતે રોડ સેફટી કમિશ્નર લલિત પાડલીયાની અધ્યક્ષતામાં ઉચ્‍ચ સ્‍તરીય બેઠક યોજાઇ હતી. આ બેઠકને સંબોધતા કમિશ્નર લલિત પાડલીયાએ જણાવ્‍યું હતું કે, માનવ જીવન અમૂલ્‍ય છે. તેથી માર્ગ અકસ્‍માતમાં માનવની જીંદગી જોખમાઇ નહી અને અકસ્‍માત ઓછા થાય તે અંગે સરકાર દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

By

Published : Aug 26, 2020, 8:31 PM IST

ખેડામાં રોડ સેફટી કમિશ્નર લલિત પાડલીયાની અધ્યક્ષતામાં ઉચ્‍ચ સ્‍તરીય બેઠક યોજાઇ
ખેડામાં રોડ સેફટી કમિશ્નર લલિત પાડલીયાની અધ્યક્ષતામાં ઉચ્‍ચ સ્‍તરીય બેઠક યોજાઇ

ખેડા: રોડ સેફટી કમિશ્નર લલિત પાડલીયાએ ખેડા જિલ્‍લાની ભૌગોલિક પરિસ્થિતિની માહિતી મેળવી જિલ્‍લામાં છેલ્લા વર્ષો દરમિયાન થયેલા અકસ્‍માત, અકસ્‍માતના સ્‍થળ, અકસ્‍માત ન થાય તે માટે જિલ્‍લાના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની તલસ્‍પર્શી માહિતી જે તે વિભાગ પાસેથી મેળવી હતી.

આ બેઠકમાં અકસ્‍માત નિવારવા માટેના આગોતરા આયોજન અને જરૂરી સુધારાની વિગતો પણ જિલ્‍લાના ઉચ્‍ચ અધિકારીઓ પાસેથી મેળવી તે અંગે યોગ્‍ય નિર્ણય વહેલી તકે થાય તેવું સૂચન કર્યું હતું. ​આ બેઠકમાં જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલ, જિલ્‍લા પોલીસ વડા દિવ્‍ય મિશ્રા, નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજા, જિલ્‍લા આર.ટી.ઓ. અધિકારી,જિલ્‍લાની 108 ની એમ્બ્યુલન્‍સ સેવાના અધિકારીઓ, નેશનલ હાઇવેના અધિકારીઓ સહિત સંલગ્‍ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details