પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો દ્વારા આયોજિત આ વર્કશોપમાં ડીજીટલ પત્રકારત્વ,પત્રકારત્વની આચારસંહિતા,ગ્રામિણ પત્રકારત્વ, સોશિયલ મિડિયા સહિતના મીડિયાને લગતાં જુદા-જુદા વિષયો પર વક્તવ્ય આપવામાં આવ્યા હતા.
જિલ્લા કલેકટર સુધીર પટેલે જણાવ્યું હતું કે," આજનો સમય ડિજિટલ પત્રકારત્વનો છે અને દરેક પત્રકારે આવનાર સમયના પડકારોને ઝીલવા તૈયાર રહેવું જોઈએ. પત્રકારો પ્રજાની આંખ અને કાન છે તેમજ સરકાર અને પ્રજા વચ્ચેનો સેતુ છે."
નડિયાદમાં પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા મિડિયા વર્કશોપ યોજાયો આ પ્રસંગે PIBના અપર મહાનિર્દેશક ધીરજ કાકડીયાએ વર્કશોપમાં ઉપસ્થિત સર્વે પત્રકારોને આવકારતા PIBની કામગીરી અને સરકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે," આ વાર્તાલાપનો ઉદ્દેશ જિલ્લા સ્તરે કામ કરતાં પત્રકારોને PIBની કામગીરી અંગે માહિતગાર કરવાનો અને સરકારી યોજનાઓની માહિતી આપવાનો છે."
વરિષ્ઠ પત્રકાર અને લેખક ભવેન કચ્છીએ મીડિયાની આચાર સંહિતા વિશે તેમજ મણીભાઈ પટેલે ગ્રામીણ પત્રકારત્વ વિશે અને અમદાવાદ દૂરદર્શનના સહાયક નિર્દેશક ઉત્સવ પરમારે સોશિયલ મીડિયા વિશે પત્રકારોને માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. આ વર્કશોપમાં મોટી સંખ્યામાં ખેડા જિલ્લાના ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. ઉપસ્થિત રહ્યા હતા.