- 5થી 15 એપ્રિલ સુધી વડતાલ સ્વામિનારાયણ મંદિર રહેશે બંધ
- મોટી સંખ્યામાં ભાવિકો લેતા હોય છે લાભ
- ગાઈડલાઈનના પાલન સાથે દર્શન ચાલુ રહેશે
ખેડા : જિલ્લામાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જે બાબતને ગંભીરતાથી લઇને યાત્રાધામ વડતાલ ખાતે ભોજનાલય તેમજ ઉતારા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
5થી 15 એપ્રિલ સુધી રહેશે બંધ
કોરોનાના વધી રહેલા સંક્રમણને લઈને મંદિર દ્વારા આજથી એટલે કે, 5 એપ્રિલથી 15 એપ્રિલ સુધી વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભોજનાલય અને ઉતારાની વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે. ભક્તોની અને સંતોની સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા 65 હજાર માસ્કનું વિતરણ
મોટી સંખ્યામાં ભાવિકો લે છે લાભ