- શહીદ જવાનને વતનમાં અંતિમ વિદાય અપાઈ
- હજારોની સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા
- જમ્મુમાં આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં હરીશસિંહ પરમાર શહીદ થયાં
ખેડાઃશહીદ જવાન હરીશસિંહ પરમારનો (Martyred jawan Harishsinh Parmar) પાર્થિવ દેહ સવારે અમદાવાદથી આર્મીના વાહનમાં તેમના વતન પહોંચ્યો હતો. શહીદની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં કપડવંજ પંથકના નાગરિકો જોડાયા હતાં. હરીશસિંહ અમર રહો,ભારત માતાકી જય અને વંદે માતરમના નારા લાગ્યા હતાં. સન્માન સાથે શહીદને ભાવપૂર્ણ અંતિમ વિદાય આપવામાં આવી હતી.
યુવાનોને દેશની સેવામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરતા હતાં જવાન હરીશસિંહ પરમાર પાંચ વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતાં
શહીદ જવાન 25 વર્ષિય હરીશસિંહ પરમાર (Martyred jawan Harishsinh Parmar) છેલ્લા પાંચ વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવતા હતાં. તેમણે જમ્મુના પૂંચ સેક્ટરમાં આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં શહીદી વ્હોરી છે.
જવાનની શહાદતને લઈ શોકની લાગણી
જવાનની શહાદતને લઈ પરિવારજનો સહિત સમગ્ર વણઝારીયા ગામ અને પંથકમાં ભારે શોકનો માહોલ ફેલાયો છે. સાથે સાથે ગ્રામજનો ગર્વ પણ અનુભવી રહ્યા છે કે પોતાના ગામના યુવાને (Martyred jawan Harishsinh Parmar) દેશની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે.
શહીદની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં કપડવંજ પંથકના નાગરિકો જોડાયા હતાં ગામના યુવાનોેને આર્મીમાં જોડાવા પ્રોત્સાહિત કરતા
ગર્વ સાથે દુખની લાગણી અનુભવતા પરિવારજનો અને ગ્રામજનો જવાનના (Martyred jawan Harishsinh Parmar) સ્મરણો વાગોળી રહ્યા છે. હરીશસિંહ જ્યારે જ્યારે ફરજ પરથી પોતાના વતન વણઝારિયા આવતા હતાં ત્યારે પોતાના મિત્રો તથા ગામના યુવાનોને પણ આર્મીમાં જોડાવા માટે પ્રોત્સાહન આપતાં હતાં. સાથે સાથે સ્કૂલમાં બાળકોને દોડાવવા તથા ફિઝિકલ રીતે તૈયાર કરવા કેવી રીતે ફિટ રહેવું તે સાથેનું જ્ઞાન આપી અને યુવાનોને દેશની સેવામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરતા હતાં.
Martyred jawan Harishsinh Parmar ના પરિવારમાં માતાપિતા, એક મોટો ભાઈ અને એક નાનો ભાઈ છે. મોટા ભાઈ આર્મીમાં હતાં જેઓએ ફેમિલી પ્રોબ્લેમને લઇને આર્મી છોડી દીધી હતી. મોટાભાઈના સપના પુરા કરવા માટે નાનાભાઈ હરીશસિંહ 2016માં આર્મીમાં જોડાયા હતાં. છેલ્લે પૂંચ સેક્ટરમાં ફરજ પર હતાં.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીર: આંતકવાદીઓ સાથેની અથડામણમાં JCO સહિત સેનાના 5 જવાન શહીદ
આ પણ વાંચોઃ છત્તીસગઢમાં નક્સલી હુમલો, ITBP ના સહાયક કમાન્ડન્ટ સહિત 2 જવાનો શહીદ