- ભારત બંધને ખેડામાં નહિવત પ્રતિસાદ
- નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં બજારો રહ્યા ખુલ્લા
- વેપારીઓનું બંધને સમર્થન નહીં
ભારત બંધને ખેડામાં નહિવત્ પ્રતિસાદ, સમગ્ર જિલ્લામાં બજારો ચાલુ રહ્યાં
ખેડા: કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કૃષિ કાયદો લાવવામાં આવતા તેના વિરોધમાં ખેડૂત આંદોલન શરૂ થયું છે. જે અંતર્ગત ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જો કે ખેડા જિલ્લામાં આ આંદોલનને ખૂબ જ મોળો પ્રતિસાદ સાંપડયો છે.
ભારત બંધને ખેડામાં નહિવત પ્રતિસાદ, સમગ્ર જિલ્લામાં બજારો ચાલુ રહ્યા નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં બજારો રહ્યા ખુલ્લા
જિલ્લાના મુખ્ય મથક નડિયાદ શહેર સહિત ઠાસરા, કપડવંજ અને મહુધા સહિતના સમગ્ર જિલ્લાના બજારો ચાલુ રાખવામાં આવ્યા છે. બંધને વેપારીઓ તરફથી કોઇ પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. વેપારીઓએ સમર્થન ન કરતા સવારથી જ વેપાર-ધંધા રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યા છે. જિલ્લામાં ફક્ત કઠલાલમાં બજારો બંધ રાખવામાં આવ્યા છે તે સિવાય જિલ્લામાં ક્યાંય બંધની અસર જોવા મળી નથી. કઠલાલમાં બંધના સમર્થનમાં બજારો સજ્જડ બંધ રહ્યા હતા. સવારના સમયે જ કઠલાલ પોલીસ દ્વારા ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલા સહિતના અગ્રણીઓને નજરકેદ કરવામાં આવ્યા હતા તેમજ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ભારત બંધને ખેડામાં નહિવત પ્રતિસાદ, સમગ્ર જિલ્લામાં બજારો ચાલુ રહ્યા આ પણ વાંચો: વિપક્ષના નેતા પરેશ ધાનાણી સ્કૂટર લઈને અમરેલીની બજાર બંધ કરાવવા નીકળ્યા અને કરી રમૂજ