લસુન્દ્રાના આ કુંડ ધરાવે છે અનેરૂ મહત્વ, અહીં સ્નાન કરવા દૂર-દૂરથી આવે છે શ્રદ્ધાળુઓ
ખેડાઃ કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામે ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે. જે કુંડના પાણીથી સ્નાન કરવાથી ચામડીના ચર્મરોગો દૂર થતાં હોવાની માન્યતા છે. જેના કારણે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે, ત્યારે આ સ્થળ ધાર્મિક મહત્વની સાથે મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે પણ મહત્વનું બન્યું છે.
lusudra
ખેડા જીલ્લાના પ્રસિદ્ધ તીર્થધામ ફાગવેલની નજીક જ લસુન્દ્રા ગામે પ્રાચીન ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે. જે કુંડના પાણીથી સ્નાન કરવાથી ચામડીના અનેક હઠીલા રોગો દૂર થાય છે. જેને લઇ રોગ મટાડવા રોજ મોટી સંખ્યામાં લોકો અહીં આવી કુંડના પાણીથી સ્નાન કરે છે. આ પાણીથી સ્નાન કરનાર દર્દીને રોગમાં રાહત મળે છે. અહીં 8 ગરમ પાણીના અને 10 ઠંડા પાણીના મળી કુલ 18 જેટલા કુંડ હાલ અસ્તિત્વમાં છે.