ખેડાઃ દુંદાળા દેવ ગણપતિની પૂજા અર્ચના કરવાના ગણેશ મહોત્સવનો શનિવારના રોજ પ્રારંભ થયો છે. જોકે કોરોના મહામારીને કારણે આ વર્ષે ગણેશ મહોત્સવની સાર્વજનિક ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેને લઇ પાંડાલમાં નહીં, પરંતુ ઘરે-ઘરે ભાવિકો દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. જિલ્લામાં ગણેશજીની કલાત્મક મૂર્તિઓની ઘરે-ઘરે શ્રદ્ધા સાથે સ્થાપના કરવામાં આવી છે. શનિવારથી દસ દિવસ સુધી પરિવાર સાથે મળી ગણપતિનું શ્રદ્ધા ભક્તિપૂર્વક પૂજન-અર્ચન કરવામાં આવશે. ગણેશ મહોત્સવની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવશે.
ખેડામાં કોરોના મહામારી વચ્ચે ભક્તિમાં નથી આવી ઓટ, ઘરે-ઘરે ભાવપૂર્વક બાપ્પાની સ્થાપના - Kheda
કોરોના મહામારી વચ્ચે શનિવારથી ગણેશ મહોત્સવની શરૂઆત થઇ છે. જો કે મહામારી વચ્ચે પણ ગણેશ ભક્તોની ભક્તિમાં ઓટ આવી નથી. ભાવિકો દ્વારા ક્યાંક જાતે મૂર્તિ બનાવીને તો ક્યાંક ભગવાનની નાની મૂર્તિની સ્થાપના કરી ભક્તિ અને શ્રદ્ધા સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી છે.
ખેડામાં મહામારી વચ્ચે ભક્તિમાં નથી આવી ઓટ, ઘરે-ઘરે ભાવપૂર્વક બાપ્પાની સ્થાપના
મહત્વનું છે કે કોરોનાના કારણે ગણેશ મહોત્સવની સાર્વજનિક ઉજવણી ન થઈ શકતા ભાવિકોમાં નિરાશા વ્યાપી છે. જોકે ભક્તિમાં ઘટાડો થયો નથી. ભાવિકો દ્વારા ઘરે-ઘરે ભાવથી બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે.