ડાકોર નજીક મહીસાગર નદી કિનારે આવેલા 800 વર્ષ પુરાણા ઐતિહાસિક ગળતેશ્વર મહાદેવના દર્શને મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. જ્યાં નદીમાં નહાવાનો પણ આનંદ માણે છે. હાલ વેકેશન ચાલી રહ્યું હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ત્યારે આ પ્રવાસીઓ પાર્કિંગના નામે લૂંટ કરી રહ્યા છે.
ઐતિહાસિક ગળતેશ્વર મંદિરમાં પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ - gujarat
ખેડા: જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર નજીક આવેલા ગળતેશ્વર ખાતે પાર્કિંગના નામે થઈ રહેલી ઉઘાડી લૂંટનો યાત્રાળુઓ ભોગ બની રહ્યા છે. પાર્કિંગના નામે મનમાની લૂંટ સામે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.
મંદીરમાં પાર્કિંગના નામે મોટી ફી વસુલવામાં આવે છે. તેમાં જો કોઈ યાત્રી આનાકાની કરે તો ઇજારદાર દ્વારા ગેરવ્યાજબી રીતે બળપ્રયોગ કરવામાં આવે છે. જો કે આ અંગે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાનું જણાઇ રહ્યું છે. જાણે પ્રવાસીઓને લૂંટવાનો ઈજારો આપવામાં આવ્યો હોય તેમ મુક પ્રેક્ષક બની રહ્યું છે.
મહત્વનું છે કે એક તરફ જ્યારે સરકાર દ્વારા યાત્રાધામ વિકાસ માટે તેમજ યાત્રિકોની સુવિધા માટે લાખો રૂપિયા ખર્ચી વિવિધ સગવડો ઉભી કરવામાં આવે છે, ત્યારે આવા યાત્રાધામોમાં યાત્રાળુઓ પાસે પાર્કિંગ સહિતના વિવિધ બહાના હેઠળ બેફામ લૂંટ ચલાવામાં આવે છે.