ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા LCBએ નડિયાદ એક્સપ્રેસ હાઈવે પરથી રૂપિયા 31 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો - અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દારૂ ઝડપાયો

નડિયાદ એક્સપ્રેસ હાઈવે પરથી ખેડા LCB દ્વારા બાતમીના આધારે ટ્રકમાં લઈ જવાતો રૂ.16,33,200 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો તેમજ આઈશર સહિતના કુલ રૂ.31,44,750 ના મુદ્દામાલ સાથે 2 પરપ્રાંતિય આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા LCB દ્વારા નડિયાદ એક્સપ્રેસ હાઈવે પરથી રૂ. 31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ખેડા LCB દ્વારા નડિયાદ એક્સપ્રેસ હાઈવે પરથી રૂ. 31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

By

Published : Jul 7, 2020, 5:05 PM IST

ખેડા: ખેડા LCBને વિદેશી દારૂની મોટાપાયે હેરાફેરી અંગે બાતમી મળી હતી.જેને આધારે નડિયાદ પાસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આરજે પાર્સિંગની ટ્રક આવતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી.જેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની રૂ.16,33,200 કિંમતની 3984 નંગ બોટલોનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

ખેડા LCB દ્વારા નડિયાદ એક્સપ્રેસ હાઈવે પરથી રૂ. 31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

આ મામલે પોલીસ દ્વારા વાહનચાલક સહિત કુલ 2 પરપ્રાંતિય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

આ ઉપરાંત પોલીસ દ્વારા દારૂના જથ્થા સહિત ટ્રક,મોબાઇલ તથા રોકડા મળી કુલ રૂ.31,44,750 નો મુદ્દામાલ ઝડપી બંને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા LCB દ્વારા નડિયાદ એક્સપ્રેસ હાઈવે પરથી રૂ. 31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details