ખેડા: વર્તમાનમાં કોરોનાના કપરા સમયમાં થેલેસિમિયા અને અન્ય રોગીઓને લોહીની જરૂરિયાત માટે મદદરૂપ થવા કુણી ગામના નવયુવકો દ્વારા ઈન્ડિયન રેડકોસ સોસાયટી ગોધરા, લાયન્સ ક્લબ બાલાસિનોર અને ગોસાઈ કન્સલ્ટન્સી થર્મલ પાવર સ્ટેશનના સહયોગથી કુણીની પટેલવાડીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
લાયન્સ ક્લબ તરફથી બાલાસિનોરમાં યોજાયેલી રક્તદાન શિબિરમાં 105 બોટલ રક્ત એકઠું કરાયું - Lions club balasinor
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના કુણીમાં લાયન્સ ક્લબ દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. જેમાં 105 બોટલ રક્ત એકઠું થયું હતું. કોરોના મહામારીના કપરા સમયમાં કુણી ગામના નવયુવકો દ્વારા અદભૂત સહકાર પ્રાપ્ત થયો હતો.
કુણી ગામના ઇલેશભાઈ પટેલ અને કુણીના નવયુવકોના ખૂબ જ ઉમદા ઉત્સાહ અને સહકારથી આ શિબિરમાં વિક્રમજનક 105 બોટલ રક્તદાન થયું હતું.કેમ્પમાં સોશ્યલ ડિસ્ટન્સ,સેનેટાઈઝરથી હાથ ધોવાના અને માસ્ક પહેરવાના નિયમોનો કાળજીપૂર્વક અમલ કરવામાં આવ્યો હતો.
કેમ્પમાં કુણીના ઈલેશભાઈ પટેલ અને ગ્રામજનો, લાયન્સ કલબ બાલાસિનોરના પ્રમુખ પ્રવિણભાઈ સેવક, રિજનલ ચેરમેન લા. વસંતભાઈ ઉપાધ્યાય, ખજાનચી લા.કાંતિભાઈ પટેલ, મંત્રી લા. ગીરીશભાઈ ચોહાણ, રેડક્રોસ સોસાયટી ગોધરાના ડો.આર.કે. ચોહાણ અને સ્ટાફે સેવાઓ આપી હતી. કેમ્પમાં રક્તદાતાઓને આકર્ષક ભેટ પણ આપવામાં આવી હતી.