ખેડા જિલ્લામાં હળવા ઝાપટા સાથે જામ્યો વરસાદી માહોલ - ખેડા ન્યૂઝ
ખેડાઃ જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ ધામકેદાર એન્ટ્રી કર્યા બાદ લાંબા સમયથી વિરામ લીધો હતો. જેથી ધરતીપુત્રો અને લોકો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ વચ્ચે આજે સવારે ડાકોર અને ઠાસરા સહિતના આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ થયો હતો.
ligh train atmosphere in kheda
ખેડા જિલ્લામાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ સાથે ચોમાસાના માહોલ જામ્યો હતો. લાંબા વિરામ બાદ જિલ્લામાં ઠાસરા અને ડાકોર શહેર સહિતના આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. ઝાપટાં સાથે વરસાદી માહોલ જામતા જિલ્લામાં સારો વરસાદ થવાની લોકોને આશા બંધાઈ હતી. મહત્વનું છે કે, જિલ્લામાં વરસાદ ખેંચાતા મોટાભાગના વિસ્તારોમાં વાવેતર થઈ શક્યું નથી. તેથી જો નજીકના દિવસોમાં સારો વરસાદ થાય તો, ધરતીપુત્રો વાવેતર કરી શકે છે.