ગ્રીષ્મઋતુમાં દેવોને ચંદનના વાધા ધરાવવાની એક પરંપરા છે. આ શણગાર રોજ અવનવો હોય છે, તેમજ દેવોને ચંદનલેપના શણગારમાં કલાત્મક ઓપ આપવામાં પૂજારીઓ હાથની કળા અજમાવતા હોય છે. વડતાલધામમાં ઋતુ પ્રમાણે દેવોને શણગાર કરવામાં આવે છે. ગ્રીષ્મઋતુમાં ઉષ્ણતામાન વિશેષ હોય છે, ત્યારે ભગવાનને શીતળતાં અર્પતાં ચંદનના લેપ કરવામાં આવે છે.
આજે અખાત્રીજનો પર્વ, વડતાલધામમાં દેવોને ચંદનના વાઘા ધરાવવાનો આરંભ - Gujarati news
ખેડાઃ વડતાલ ધામમાં આજે અખાત્રીજથી દેવોને ચંદનના વાઘા ધરાવવાનો આરંભ થયો છે. ઉનાળાની ગરમીમાં ભગવાનને શીતળતા અર્પતા ચંદનના લેપ કરવાની તેમજ વાઘા ધરાવવાની પરંપરા છે.
ખેડા
અહીંયા ઋતુઓ અનુસાર દેવોની સેવા કરવામાં આવે છે. જેમાં શિશિરમાં ગરમ વસ્ત્રોના વાઘા દેવોને ધરાવાય છે તેમ ગ્રીષ્મમાં ચંદનના વાઘાની સેવા થાય છે. વૈશાખ સુદ ત્રીજ એટલે કે, અક્ષય તૃતિયાથી ભગવાનને ચંદનના શણગારથી સજવામાં આવે છે. તેમજ આજે પરશુરામ જયંતિ હોવાથી ભગવાન પરશુરામજીનો પણ શણગાર કરવામાં આવ્યો છે.