ડાકોર સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમીને (Krishna Janmashtami 2022) લઈને રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન માટે ભાવિકોનો મહેરામણ ઉમટયો છે. યાત્રાધામ ડાકોર જય રણછોડ,માખણ ચોરના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો રણછોડરાયજીના દર્શન માટે ઉમટી (Krishna Janmashtami celebrations 2022) રહ્યા છે. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીના નાદથી ડાકોરની શેરીઓ ગુંજી રહી છે. શ્રીકૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી નિમિત્તે ડાકોરના (Krishna Janmashtami celebrations in Dakor) શ્રી રણછોડરાયજી મંદિરમાં વહેલી સવારે રાજાધિરાજ રણછોડરાયજી મહારાજની મંગળા આરતી કરવામાં આવી છે.
જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ડાકોરમાં ભાવિકોનો મહેરામણ ઉમટ્યો - Krishna Janmashtami Krishna leela
સમગ્ર ગુજરાતમાં કૃષ્ણ જન્મની Krishna Janmashtami 2022 ધામધૂમથી વધામણી થઈ રહી છે. ખાસ કરીને દ્વારકા અને ડાકોરમાં ભાવિકોએ ભક્તિ ભાવ સાથે કૃષ્ણને હેપ્પી બર્થ ડે કહ્યું છે. જન્માષ્ટમી નિમિતે સવારથી જ યાત્રાધામ ડાકોરમાં ભાવિકોની ભીડ ઉમટી પડી છે. વહેલી સવારથી ભાવિકો કાળિયાઠાકોરના દર્શન કરવા માટે આવી રહ્યા છે. Krishna Janmashtami celebrations 2022, Krishna Janmashtami 2022
આ પણ વાંચો ભગવાન શ્રીકૃષ્ણનો ભાલકા તીર્થ સાથેનો સુવર્ણ ઈતિહાસ જાણો
જયજયકાર સાથે ઉજવણી ભાવિકો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લઇ રહ્યા છે. મધરાતે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. રાત્રીના 12 કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવની જયજયકાર સાથે ઉજવણી થશે. ભગવાન રણછોડરાયજીને કિંમતી આભૂષણ પહેરાવવામાં આવશે. મુગટ ધરાવવામાં આવશે. ગોપાલ લાલજી મહારાજને સોનાના પારણામાં ઝુલાવવામાં આવશે. મધરાતે કૃષ્ણ જન્મોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવશે. જે વહેલી સવાર સુધી ચાલશે. કોરોના વાયરસના બે વર્ષના કપરાકાળ બાદ સમગ્ર ગુજરાતમાં જન્માષ્ટમી અનેરા ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ પ્રસંગના રંગો જોવા મળી રહ્યા છે.