ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડાના લીંબાસીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતીમાં કૃષિ મહોત્સવ યોજાયો - krushi mahotsav 2019

ખેડાઃ જિલ્લાના અન્ય નવ તાલુકાઓમાં કૃષિ મહોત્સવ યોજાયો હતો. જેમાં લીંબાસી ખાતે યોજાયેલા કૃષિ મહોત્સવને શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખુલ્લો મુક્યો હતો. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખેડૂતોને રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને બિયારણનો સપ્રમાણ ઉપયોગ કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા જણાવ્યું હતું.

khd

By

Published : Jun 18, 2019, 8:37 AM IST

વધુમાં જણાવ્યું હતું કે, વધુ પડતા રાસાણિક ખાતર અને જંતુનાશક દવાઓ માનવજાતના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ત્યારે સપ્રમાણ ઇનપુટ્સનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી ખેડૂતોને સજીવ ખેતી તરફ વળવા જણાવ્યું હતું. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ APMC લીંબાસી ખાતે યોજાયેલ માતર તાલુકાના કૃષિ મહોત્સવમાં પ્રગતિશીલ ખેડૂતો તેમજ બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિજેતા ખેડૂતોનું શાલ, સન્માનપત્ર અને રોકડ પુરસ્કાર સ્વરૂપે ચેક વિતરણ કરી સન્માન કર્યું હતું.

ખેડાના લીંબાસીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતીમાં કૃષિ મહોત્સવ યોજાયો

ખેડૂતોને સમાયાંતરે પોતાની જમીનની ચકાસણી કરાવી કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન મુજબ જમીનનું સ્વાસ્થ્ય સુધારવા અનુરોધ કર્યો હતો.શિક્ષણપ્રધાને આ અવસરે યોજાયેલા કૃષિલક્ષી પ્રદર્શનની પણ મુલાકાત લઇ વિવિધ સ્ટોલોનું નિરીક્ષણ કર્યું હતું અને પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, પ્રભારી સચિવ એ.કે.રાકેશ, કલેક્ટર સુધીર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એન.મોદી, APMC ચેરમેન, કૃષિ-બાગાયત-પશુપાલન વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો સહિત ખેડૂતો ઉપસ્થિત રહયા હતા.

ABOUT THE AUTHOR

...view details