ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેલ મહાકુંભ 2019: નડિયાદ ખાતે રાજયકક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાશે - state level volleyball competition

નડિયાદ: ખેલ મહાકુંભ 2019ની રાજયકક્ષાની વોલીબોલ સ્પર્ધા નડિયાદમાં યોજાશે. જેમાં અં-14 વય જુથ(ભાઈઓ તથા બહેનો)ના ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેશે. 18 નવેમ્બરે 14 વોલીબોલ (ભાઈઓ) અને 20 નવેમ્બર અં-14 વોલીબોલ (બહેનો) માટે સ્પર્ધા યોજાશે.

Khel Mahakumbh 2019: A state-level volleyball competition will be held at Nadiad

By

Published : Nov 17, 2019, 1:26 PM IST

ખેલ મહાકુંભ 2019નો પ્રારંભ થઈ ચુક્યો છે. જેમાં વિવિધ રમતોમાં ખેલાડrઓ ભાગ લઈ રહ્યા છે. જે અંતર્ગત વોલીબોલની સ્પર્ધા નડિયાદ ખાતે યોજાવાની છે. જેમાં અં-14 વય જૂથ (ભાઈઓ તથા બહેનો)ના ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેશે.

રમત ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટેસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જિલ્લા રમત ગમત અધિકારી, ખેડા દ્વારા ખેલ મહાકુંભ-2019 અંતર્ગત રાજ્યકક્ષાની વોલીબોલ અં-14 વય જુથ(ભાઈઓ તથા બહેનો)ની સ્પર્ધા 17/11/2019થી 21/11/2019 દરમિયાન ઈન્ડોર /આઉટડોર કોર્ટ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, મરીડા ભાગોળ, નડિયાદ ખાતે યોજાશે.

18 નવેમ્બર સવારે 8 વાગે અં-14 વોલીબોલ (ભાઈઓ) અને 20 નવેમ્બર સવારે 8 વાગે અં-14 વોલીબોલ (બહેનો) માટે સ્પર્ધા યોજાશે.

ABOUT THE AUTHOR

...view details