ખેડાઃ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની(Swaminarayan Temple Shakotsav ) વડતાલ ખાતે મહાસુદ પૂનમના રોજ 201માં શાકોત્સવની(Kheda Swaminarayan Temple ) આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને ચેરમેન દેવપ્રકાશ સ્વામીની પ્રેરણાથી ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેનો 25 હજારથી વધુ હરિભક્તોએ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
ભગવાન શ્રીહરિએ 200 વર્ષ પહેલા દિવ્ય શાકોત્સવની ઉજવણી કરી
વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો.સંત સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ મંદિરનાં સભામંડપમાં હરિગુણદાસજી સ્વામી (ઉમરેઠ)એ ભગવાન શ્રીહરિએ 200 વર્ષ પહેલા લોયામાં સુરાખાચરનાં દરબારમાં ભક્તોની પ્રસન્નાર્થે દિવ્ય શાકોત્સવની (Swaminarayan Temple Shakotsav)ઉજવણી કરી હતી. જેની શાકોત્સવ લીલાની કથાનું રસપાન કરાવ્યું હતું. શ્રીહરિએ 16 મણ ઘીમાં 60 મણ રીંગણાનું શાક બનાવ્યું હતું. આ વઘાર ભગવાને જાતે કર્યો હતો. આ ઉત્સવમાં શ્રીહરિએ તૈયાર કરેલ પ્રસાદ નંદસંતો તથા હરિભક્તો ભાવથી જમ્યા હતા. જે પરંપરા આજે પણ સંપ્રદાયમાં ચાલી આવે છે. સંપ્રદાયના નાના મોટા મંદિરોમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ સંપ્રદાયમાં વડતાલનો શાકોત્સવ મહત્વનો માનવામાં આવ્યો છે.
રીંગણનું શાક અને રોટલા બનાવવાની સામગ્રી મુકવામાં આવી
મહાસુદ પૂર્ણિમાનાં દિવસે શાકોત્સવ નિમિત્તે મંદિરમાં બિરાજેલા શ્રીહરિકૃષ્ણ મહારાજ સમક્ષ ચૂલા ઉપર રીંગણનું શાક અને રોટલા બનાવવાની સામગ્રી મુકવામાં આવી હતી. આ દિવ્ય દર્શનનો હરિભક્તોએ લાભ લઈ 200 વર્ષ પહેલા લોયામાં ઉજવાયેલા શાકોત્સવની અનુભુતી કરી હતી.