સુઢા વણસોલ ગામજનોએ પરપ્રાંતીય યુવકને ચોર સમજીને માર માર્યો ખેડા : ચોરીના વધી રહેલા બનાવોને પગલે ઘણી વખત નિર્દોષને ચોર સમજી માર મારવાના બનાવો બને છે. ત્યારે આવો જ બનાવ મહેમદાવાદના સુઢા વણસોલમાં બન્યો છે. સુઢા વણસોલ ગામમાં ચોર હોવાની શંકા રાખી ગ્રામજનોએ એક પરપ્રાંતીય યુવાનને માર માર્યો હતો. જેમાં પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ નિપજ્યુ છે. પોલીસ દ્વારા ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
ગ્રામજનોએ ચોર સમજી પકડ્યો : સુઢા વણસોલ ગામમાં અજાણ્યો શખ્સ શંકાસ્પદ રીતે આંટાફેરા મારતો હોવાને પગલે ગ્રામજનોએ એકઠા થઈ ગયા હતા. બાદમાં ગામમાં આંટાફેરા મારી રહેલા આ યુવકને પકડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ફરિયાદો વધી છે. જેથી ગ્રામજનો રાત્રે જાગી અને રખેવાળી કરી રહ્યા હતા. આ યુવક આંટાફેરા મારતો હોવાનું દેખાતા ચોર સમજીને યુવાનને માર મારવામાં આવ્યો હતો. બાદમાં ટૂંકી સારવાર બાદ યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.
આ પણ વાંચો :Ahmedabad Crime: લાઈવ કોન્સર્ટમાં ભીડનો લાભ ઉઠાવી મોબાઈલ ચોરી કરતી મુંબઈની ટોળકી ઝડપાઈ, 6 જેલભેગા
શું હતી સમગ્ર ઘટના : યુવકને પકડ્યા બાદ ગ્રામજનોએ પૂછપરછ કરી હતી. જેમાં યુવક પરપ્રાંતિય હોવાથી તેની ભાષા ગ્રામજનો સમજી શકતા ન હતા. જેના કારણે ગ્રામજનોએ આ યુવક ગામમાં ચોરી કરવાના ઇરાદે આવ્યો હોવાનું સમજી બેઠા હતા. જેને લઈ ચોર સમજી ગામલોકોએ યુવકને ગંભીર માર માર્યો હતો. આ યુવકને શરીરે ગંભીર ઇજાઓ અને બેભાન થઈ હતો. ઘટનાની જાણ મહેમદાવાદ પોલીસને થતાં રાત્રે ગામમાં દોડી ગઈ હતી અને પોલીસે તપાસ કરી આ ઈજાગ્રસ્ત યુવકને દાખલ કર્યો હતો. જ્યાં યુવાનનુ ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ નિપજ્યું હતું. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :Rajkot Crime : રાજકોટમાં વાવડી ગામમાં કરોડોનું જમીન કૌભાંડ ઢાંકવા કરાઈ દસ્તાવજોની ચોરી?
પોલીસનું નિવેદન :સમગ્ર મામલે ઇન્ચાર્જ એસપી વી.આર.બાજપાયીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં પોલીસને જાણ કરે તે અગાઉ જ ગામ લોકો દ્વારા યુવાનને બાંધી માર મારવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક વ્યક્તિ છત્તીસગઢનો હતો અને અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો હતો. તારીખ 17 માર્ચના રોજ તે આવ્યો હતો અને તેને ગંભીર રીતે માર મારતા માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેથી સારવારમાં ખસેડયા દરમિયાન ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવના પગલે ગુનો નોંધી શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.