ખેડામાં પુત્ર એ જ કરી માતાના માથામાં ઘા મારી કરી હત્યા - gujaratinews
ખેડા જીલ્લાના મહેમદાવાદ તાલુકાના વાંઠવાળીમાં પુત્રએ માતાની હત્યા કરતા ચકચાર મચી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા :મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામે નાગરપુરા સીમ વિસ્તારમાં રહેતા વિનુભાઈ ચૌહાણના પુત્ર જીગ્નેશે માતાને માથામાં ઘા મારી હત્યા કરી હતી.
માતા અને પુત્ર વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલતો હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં ગઈકાલે બોલાચાલી થતાં પુત્ર જીગ્નેશે ઉશ્કેરાઈ જઈ માતા સુખીબેનને માથામાં ઉપરા ઉપરી લાકડાના ઘા ઝીંકતા માતાનું સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતદેહને લોહી લુહાણ હાલતમાં મુકી હત્યારો પુત્ર ફરાર થયો હતો.
જે મામલે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેમદાવાદ સીએચસી ખાતે ખસેડી મહેમદાવાદ પોલીસે હત્યારા પુત્ર જીગ્નેશ વિરૂઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.