પથ્થરમારાના મામલામાં પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી ખેડાઃ ઠાસરામાં ગઈકાલે શિવજીની સવારી પર થયેલા પથ્થરમારાના મામલામાં પોલીસે 3 FIR નોંધી હતી. FIRના આધારે પોલીસે કુલ 11 આરોપીઓની ધરપકડ કરી છે.જેમાં બે આરોપીઓ ઠાસરા નગર પાલિકાના અપક્ષ સભ્યો છે.પોલીસે સત્વરે કામગીરી હાથ ધરી અને સમગ્ર ઠાસરા પંથકની સ્થિતિ નિયંત્રણમાં લાવી દીધી છે.
2 આરોપીઓ ઠાસરા નગર પાલિકાના સભ્યોઃ પોલીસે કુલ 11 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાંથી મહમદ અબરાર રિયાજુદ્દીન સૈયદ અને રુક્મુદ્દીન રિયાકત અલી સૈયદ ઠાસરા નગર પાલિકામાં અપક્ષ સભ્યો છે.
શિવજીની સવારીમાં પથ્થરમારાની ઘટના કેવી રીતે બની ઘટના: પોલીસ તપાસમાં પથ્થરમારાની ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો તે આરોપીઓએ કબુલ્યું છે. આરોપીઓ મોટી મદરેસા મારફતે એક ઘરના ધાબા પર ચડ્યા હતા. આ ધાબા પર પહેલેથી જ પથ્થર મુકી રાખવામાં આવ્યા હતા. આરોપીઓએ આ પથ્થરનો ઉપયોગ શિવજીની સવારી પર પથ્થરમારામાં કર્યો હતો. પોલીસ આ મામલે હજુ વધુ પુછપરછ કરી રહી છે.
પથ્થરમારાની ઘટનામાં પોલીસે તાત્કાલિક કંટ્રોલ મેળવી લીધો છે. શિવજીની સવારી કાર્યક્રમમાં જે પોલીસ અધિકારી, કર્મચારી બંદોબસ્તમાં હતા તેમાંથી એક કોન્સ્ટેબલને ઈજા થઈ હતી. તેમાં કોન્સ્ટેબલની પણ ફરિયાદ લેવામાં આવી છે. આ રીતે ટોટલ 3 FIR દાખલ કરાઈ છે. કુલ 11 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ ચાલુ છે...રાજેશ ગઢીયા (જીલ્લા પોલિસ વડા, ખેડા)
ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ ઠાસરામાં ગઈકાલે શિવજીની સવારી પર પથ્થરમારો થતા અફરાતફરી મચી હતી. જેમાં ત્રણ પોલીસ કર્મચારીઓને ઇજાઓ પહોંચી હતી. જે બાદ પોલીસે શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલો તૈનાત છે. ઠાસરામાં 1 DySP, 4 PI, 11 PSI અને પોલીસ કોન્સ્ટેબલ ફરજ બજાવી રહ્યા છે.
- Kheda Shivaji Ride Stone Pelting : ખેડાના ઠાસરામાં શાંતિ ડહોળાઈ, શિવજીની સવારી પર પથ્થરમારો
- Vadodara Crime : વડોદરામાં વ્યાજખોરના ઘેર પથ્થરમારો કર્યો, ધમકી આપી 20 લાખ રૂપિયાની ખંડણી માગી